વરરાજાના મિત્રોએ લગ્ન મંડપમાં દુલ્હન સાથે કર્યું શરમજનક કામ, ગુસ્સાથી લાલચોળ થઇ ગયો વરરાજો, જુઓ વીડિયો

લગ્નમંડપમાં વરરાજાના મિત્રોએ કપલ સાથે કર્યું આવું વાહિયાત કામ, જોઈને તમે પણ ગુસ્સાથી થઇ જશો લાલચોળ

એક કપલ પોતાના થનારા લગ્નને એકદમ યાદગાર બનાવવા માંગતા હોય છે, માટે તેઓ પોતાના લગ્નમાં એકપણ ખામી નથી રાખતા. જો કે એક કપલના લગ્નમાં એવું કંઈક થયું કે તે કપલની સાથે સાથે હાજર લોકોને પણ હંમેશા માટે યાદ રહી જશે. જો કે લગ્નમાં મજાક-મસ્તી થવી સ્વાભાવિક છે પણ જો આ મજાક હદથી પણ વધારે હોય તો બેશક કોઈને પણ ગુસ્સો ચોક્કસ આવવાનો છે. આવું જ કંઈક એક કપલના લગ્નમાં જોવા મળ્યું હતું, જેમાં મિત્રોએ લગ્ન મંડપમાં એવું વાહિયાત કામ કર્યું કે તેને જોઈને તમારો પણ ગુસ્સો ફાટી નીકડશે.

સોશિયલ મીડિયા પર આ કપલનો વીડિયો હાલના સમયમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વરરાજો પોતાની જાન લઈને આવે છે અને લગ્નમંડપમાં બેસી જાય છે. જેના બાદ દુલ્હન પણ ત્યાં આવીને બેસી જાય છે. એવામાં હાજર મિત્રો કપલ પ[ર અચાનક જ સ્નો સ્પ્રે કરવાનું શરૂ કરી દે છે,મિત્રોએ મજાક-મજાકમાં ઘણો સ્નો સ્પ્રે કર્યો હતો, જેનાથી કપલનો ચેહરો પણ ઢંકાઈ ગયો હતો અને સજી ધજેલી દુલ્હનની હાલત પણ ખરાબ થઇ ગઈ હતી.

દુલ્હન વારંવાર પોતાના કપડાં પરથી સ્પ્રે હટાવી રહી છે, છતાં પણ મિત્રોએ સ્પ્રે કરવાનું ચાલુ જ રાખ્યું હતું, અને બાજુમાં બેસેલા વરરાજાના હાવભાવ જોઈને લાગી રહ્યું છે કે તે ગુસ્સાથી આગબબુલો થઇ રહ્યો છે જો કે તે લોકોની ભીડ વચ્ચે કઈ બોલી શક્યો ન હતો. ઇન્સ્ટા પર આ વીડિયો brides_speciall નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.એવામાં એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું કે,”આ બધું શું ચાલી રહ્યું છે, હું હોત તો ગુસ્સે થઇ ગયો હોત, તૈયાર થવામાં આટલા પૈસા ખર્ચ કરી અને પછી આવી વાહિયાત હરકત’.

Krishna Patel