વરરાજાના મિત્રોએ આપી લગ્નમાં એવી ભેટ કે જોઈને દુલ્હન પણ પેટ પકડીને હસવા લાગી, જુઓ વીડિયો

લગ્નની સીઝન શરૂ થઇ ગઈ છે, આખા દેશની અંદર ઘણા બધા લગ્ન પ્રસંગો આ વર્ષે ઉજવાયા છે,  છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લગ્નોનો માહોલ બરાબર જામ્યો નહોતો પરંતુ આ વર્ષે લગ્નમાં ખુશી અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોની અંદર લગ્નના અલગ અલગ રિવાજો ઉપરાંત જીજા-સાળીના મસ્તી મજાક અને વરરાજા મિત્રોનો મસ્તી કરવાનો અંદાજ જોવા મળતો હોય છે. હાલ સોશિયલ મીડિયામાં વરરાજાના મિત્રોની મસ્તીનો એક એવો જ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જેમાં મિત્રો વરરાજાને એવી ગિફ્ટ આપે છે કે જોઈને દુલ્હન પણ હસવા લાગે છે.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે વરરાજા અને કન્યા સ્ટેજ ઉપર બેઠા છે અને મહેમાનો પણ ત્યાં હાજર છે ત્યારે જ કેટલાક મિત્રો એક મોટાવોશિંગમશીનના બોક્સ ઉપર ફૂલ સજાવી અને ચાર-પાંચ મિત્રો ઊંચકીને સ્ટેજ ઉપર લાવે છે, બોક્સને જોતા એમ લાગી રહ્યું છે કે તેનું વજન ખુબ જ વધારે હશે.

 

View this post on Instagram

 

A post shared by amar pujari (@ala_motha_photographer)


સ્ટેજ ઉપર જેવા જ મિત્રો બોક્સ લઈને પહોંચે છે કે વર કન્યા તે બોક્સ પાસે ઉભા રહીને ફોટો પણ પડાવે છે, પરંતુ ફોટો પડાવ્યા બાદ બોક્સને બાજુ ઉપર રાખી દે છે, જેના બાદ સમજાય છે કે તે બોક્સ ખાલી જ હતું. આ જોઈને કન્યા બરાબર હસવા લાગી જાય છે. વરરાજાના મિત્રો દ્વારા કરવામાં આવેલી આ મસ્તીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેને જોઈને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તો આ પહેલા પણ ઘણા એવા વીડિયો વાયરલ થયા છે જેમાં વરરાજાના મિત્રો કન્યાને એવી એવી ભેટ આપીને મસ્તી કરતા હોય છે જે જોઈને કોઈનું પણ હસવું છૂટી જાય. થોડા સમય પહેલા જ સામે આવેલા એક વીડિયોની અંદર ભાભી સાથે મસ્તી કરવા માટે કેટલાક મિત્રોએ દુલ્હનને બાળકોને દૂધ પીવાની બોટલ ભેટમાં આપી હતી.


તો એવો જ એક અન્ય વીડિયો પણ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થયો હતો જેમાં એક મિત્ર લગ્નના સ્ટેજ ઉપર એક બોક્સમાં દુલ્હન માટે એક મોટા બોક્સમાં એક ભેટ લઈને આવે છે અને બોક્સમાં એક પછી એક કાગળ કાઢીને બહાર નાખ્યા બાદ એક બોક્સ બહાર કાઢે છે અને એ બોક્સમાંથી પણ થોડા કાગળ કાઢીને બીજું એક બોક્સ કાઢે છે અને છેલ્લા બોક્સમાંથી બાળકોને દૂધ પીવાની બોટલ બહાર કાઢે છે.

Niraj Patel