કન્યાની સામે મિત્રોએ એવો કાંડ કર્યો કે વરરાજાએ શરમમાં મુકાવું પડ્યું, જુઓ વીડિયો

કોઈ પણ વ્યક્તિના લગ્ન હોય ત્યારે તેના મિત્રોની ખુશીનો પાર રહેતો નથી. લગ્નમાં મિત્રો વગર સુનુ સુનુ લાગે છે. જો કે આ સમયગાળા દરમિયાન વરરાજાના મિત્રો કાંડ કરવામાંથી પણ ઉણા નથી ઉતરતા. વર્તમાન સમયમાં ભાગ્યે જ કોઈ એવા લગ્ન હશે જ્યાં વરરાજાના મિત્રોએ કંઈક નવું ન કર્યું હોય. આવા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રહે છે. આવા વીડિયો જોઈને આપણ હસવાનું નથી રોકી શકતા. જો કે હસી મજાકમાં ક્યારેય એવી વસ્તુ પણ થઈ જાય છે જ્યારે મંડપમાં હાજર લોકોએ શરમમાં મુકાવું પડે છે.

હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમા વરરાજાના મિત્રોએ એવી મજાક કરી કે વરરાજો પણ શરમના માર્યો મોઢું સંતાડવા લાગ્યો. હકિકતમાં વર અને કન્યા સ્ટેજ પર ઉભા હોય છે ત્યારે વરરાજાના કેટલાક મિત્રો ત્યાં આવે છે અને વર-કન્યાના હાથમાં પ્લાસ્ટિકની કોથળી પકડાવી દેશે. ત્યાર બાદ જે કાંડ થયો તે જોવા જેવો હતો. જેને જોયા બાદ તમારા ચહેરા પર પણ સ્માઈલ આવી જશે.

હવે વરરાજાના એક પછી એક મિત્ર સ્ટેજ પર આવવા લાગે છે અને તે કોથળીમાં ઘરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુ એક પછી એક નાખવા લાગે છે. હવે જે વસ્તુ કોથળીમાં નાખી તે જોયા જેવી હતી. હકિકતમાં કોઈએ કોથળીમાં બાથરૂમ સાફ કરવાનું બ્રશ તો કોઈએ પાણી ગાળવાનો ગરણો નાખ્યો. અંદાજે દશેક જેટલા લોકો એક પછી એક આવ્યા અને વરરાજાની મજાક ઉડાવતા રહ્યા.

વરરાજાના મિત્રોની આ મજાક જોઈને કન્યા પણ પોતાની હસી રોકી ન શકી અને તે પણ બધાની સાથે હસવા લાગી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. લોકોને આ મજાક બહુ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Logkyakahenge (@log.kya.kahenge)

સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર લોગ ક્યાં કહેગે નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું કે, તમે તમારા મિત્રના લગ્નમાં શું ગિફ્ટ કરશો. આ વીડિયો પર મોટી સંખ્યામાં લોકો કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોને એક લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

YC