દોસ્તીનું ઉમદા ઉદાહરણ આ વીડિયોમાં જોવા મળ્યું, રસ્તા ઉપર ચાલતા મિત્રને કાર ટક્કર મારવાની હતી ત્યારે જ બચાવી લીધો ફિલ્મી અંદાજમાં જીવ, જુઓ વીડિયો

દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સંબંધ મિત્રતાનો હોય છે, આપણે જીવનમાં પસંદ કરેલા મિત્રો સાથે આપણા ઘણા સારા-ખરાબ અનુભવો હોય છે. સોશિયલ મીડિયામાં પણ મિત્રતાના ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોમાં મિત્રો પોતાના મિત્રો માટે જીવ પણ કુરબાન કરતા જોવા મળે છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બે છોકરાઓ રસ્તાની બાજુએ ચાલતા જોવા મળે છે, ત્યારે અચાનક સામેથી એક સફેદ રંગની કાર આવે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ કાર એક છોકરાની એકદમ નજીક પહોંચી જાય છે. આ દરમિયાન આંખના પલકારામાં બીજો છોકરો ઉતાવળમાં તેના મિત્રને કારની સામેથી ખેંચે છે અને તેનો જીવ બચાવે છે. વીડિયોમાં કાર છોકરાને ટક્કર મારવાની હતી કે બીજા છોકરાની સમજણને કારણે આ મોટો અકસ્માત ટળી ગયો.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘only_sarcasm’ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, ‘અમૂલ્ય મિત્રતા.’ લોકો આ મિત્રતાને ઈન્ટરનેટ પર ખૂબ લાઈક અને શેર કરી રહ્યા છે. આ મિત્રતાનું ઉદાહરણ આપતા આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જે યુઝર્સે વિડિયો જોયો છે તેઓ કોમેન્ટ દ્વારા તેમના પ્રેમને વખાણતા જોવા મળે છે. એક યુઝરે કોમેન્ટ કરી, ‘આ મિત્રતા સાચી છે.’

કહેવાય છે કે જીવનમાં કેટલાક લોકો એવા હોય છે, જેમની સાથે લોહીનો કોઈ સંબંધ ન હોવા છતાં પણ તે આપણા દિલમાં ખૂબ જ ખાસ હોય છે. હાલમાં જ વાયરલ થયેલો આ વીડિયો જોઈને તેનો અંદાજો લગાવી શકાય છે, જેમાં એક છોકરાએ પોતાની ચપળતાથી તેના મિત્રને અકસ્માતનો શિકાર થતા બચાવ્યો હતો. આ વીડિયોને જોઈને એમ પણ લાગી રહ્યું છે કે આ સ્ક્રિપ્ટેડ વીડિયો છે, જો કે ગુજ્જુરોકસ વીડિયોની પુષ્ટિ નથી કરતું !

Niraj Patel