માત્ર 50 રૂપિયા માટે કરી નાખી પોતાના જ મિત્રની હત્યા, 6 દિવસ બાદ પકડાયો તો આવી ચોંકાવનારી કહાની સામે

આજે લોકો પૈસા માટે કોઈનો જીવ લેતા પણ અચકાતા નથી તેના ઘણા બધા કિસ્સાઓ આપણે જોઈએ છીએ, પરંતુ આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને કોઈપણ ચોંકી ઉઠશે.

ફિરોજાબાદમાં સાત દિવસ પહેલા થયેલી હત્યાના મામલામાં વાંછિત વિરમાનંદની ખેરગઢ પોલીસ સ્ટેશનના પ્રતાપપુરા ચાર રસ્તા પાસેથી શનિવારના રોજ ધરપકડ કરી લેવામાં આવી હતી. પુછપરછ દરમિયાન સામે આવ્યું કે વિરમાનંદે માત્ર 50 રૂપિયા માટે વિજયપાલનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

એસપી દેહાત રાજેશ કુમારે જણાવ્યું કે 22 ફેબ્રુઆરીની સાંજે ખેરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના બરૌલી નિવાસી વિજયપાલની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. વિજયપાલની માતાના કહેવા ઉપર ખેરગઢ પોલીસે વિરમાનંદ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો હતો. આરોપીની તલાશમાં પોલીસે ઘણી જગ્યાએ છાપામારી કરી પરંતુ સફળતા નહોતી મળી. શનિવારના રોજ પોલીસે વિરમાનંદની ધરપકડ કરી લીધી. પુછપરછમાં વિરમાનંદ દ્વારા જણાવવામાં આવ્યું કે 50 રૂપિયાને લઈને તેનો વિજયપાલ સાથે ઝઘડો થઇ ગયો હતો.

આ વિવાદ દરમિયાન જ બંને વચ્ચે મારઝૂડ પણ થવા લાગી અને તેને વિજયપાલનું ગાળું દબાવીને હત્યા કરી નાખી. ઘટનાને અંજામ આપીને તે ત્યાંથી ભાગી ગયો. અપરાધીને કોર્ટમાં હાજર કર્યા બાદ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર વિરમાનંદ અને વિજયપાલ બંને મિત્રો હતા. થોડા દિવસ પહેલા જ વિજયપાલે વિરમાનંદ પાસેથી થોડા પૈસા ઉછીના લીધા હતા. મોટાભાગની રકમ તો તેને ચૂકવી દીધી હતી, પરંતુ માત્ર 50 રૂપિયા જ બાકી રહી ગયા હતા.

આ 50 રૂપિયા આપવા માટે વિજયપાલ આનાકાની કરી રહ્યો હતો. 25 ફેબ્રુઆરીના રોજ દારૂ પી અને બંને વચ્ચે વિવાદ થઇ ગયો અને વિરમનંદે વિજયપાલનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.

Niraj Patel