બહેનપણીએ જ બોયફ્રેન્ડ સાથે મળી અને બહેન જેવી બહેનપણીની કરી નાખી હત્યા, કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો

તસ્વીરોમાં માસુમ દેખાતી બેશરમ યુવતીએ પોતાની ખાસ સહેલીને બોયફ્રેન્ડના લોજમાં લઈ ગઈ અને પતાવી દીધી, કારણ જાણીને ફટકાર લગાવશો

બે સગા ભાઈઓ અને બે સગી બહેનો કરતા પણ એક સંબંધ ખુબ જ ખાસ હોય છે અને તે છે મિત્રતાનો. ભલે બંનેમાં એક લોહીના હોય છતાં પણ ઘણા મિત્રો એવા પણ હોય છે જે પોતાના મિત્ર માટે જીવ પણ આપી દેતા હોય છે. પરંતુ હાલ એક મિત્રતાના નામને પણ કલંક લગાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક બહેનપણીએ પોતાની બીજી બહેનપણીની પોતાના બોયફ્રેન્ડ સાથે મળીને હત્યા કરાવી નાખી હોવાનો મોટો ખુલાસો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઝારખંડના દુમકા નગર પોલીસ સ્ટેશન ક્ષેત્રના રસિકપુર વિસ્તારની એક લોંજમાંથી 9 જુલાઈના રોજ એક ગુમ થયેલા વિધાર્થીની સોનુ કુમારનું શબ મળી આવ્યું હતું. લોજમાં રહીને અભ્યાસ કરનારી 9માં ધોરણની વિદ્યાર્થીની સોનીની હત્યાના મામલામાં એ જ લોજમાં રહેનારી તેની બહેનપણી, બહેનપણીનો બોયફ્રેન્ડ સચિન યાદવ અને સચિનના મિત્ર રિયાજ અન્સારીની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય સાથે પુછપરછ ચાલુ છે.

13 વર્ષની સોનીના ગુમ થવાની ફરિયાદ તેના પિતા દ્વારા દાખલ કરાવવામાં આવી હતી. જેમાં તેની બહેનપણી ઉપર જ શંકા હોવાનું પણ તેના પિતાએ જણાવ્યું હતું, કારણ કે તેની સાથે જ સોનીને વારંવાર વિવાદ થતો હતો.  જયારે પોલીસે સોનીની બહેનપણી સાથે કડકાઈથી પુછપરછ કરી ત્યારે તેને બધું જ જણાવી દીધું.

સોનીની બહેનપણીએ એ વાતની કબૂલાત કરી લીધી કે તેને તેના બોયફ્રેન્ડ સચિન યાદવ અને તેના મિત્ર રિયાજ અન્સારી સાથે મળીને સોનીનું ગળું દબાવીને હત્યા કરી નકહિં હતી. જેના બાદ તેના શબને પોલિટેક્નિકની પાછળ ખાડો કરીને દબાવી દીધું હતું.

Niraj Patel