મારા-તમારા ઘરમાં મોટાભાગે એવું થાય છે, જ્યારે રાતનું જમવાનું વધે, કાપેલા બટેટા કે સલાડ, રોટલી માટે વધેલો લોટ કે ચટણી બધું જ ફ્રીજમાં મૂકી દેતા હોઈએ છીએ… પણ, શું તમને ખબર છે અમુક વસ્તુઓ એવી છે, જેને ફ્રીજમાં મુકવાથી કોઈ જ ફાયદો મળતો નથી. ફ્રીજમાં ગમે તેટલું ઓછુ તાપમાન પણ કેમ ન હોય અમુક વસ્તુઓ અમુક સમય બાદ બેકાર બની જતી હોય છે, સાથે જ જાનલેવા પણ સાબિત થઇ શકે છે. એવી જ એક વસ્તુ છે બાંધેલો લોટ. જેના વિશે ડોક્ટરથી લઈને વૈધ સુધી તેને ફ્રીજમાં ન મુકવા માટેની સલાહ આપે છે, કેમ કે તેનાથી બનેલી રોટલીઓ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાન દાયક છે.

સ્વસ્થ શરીર માટે સ્વસ્થ ભોજન લેવું આવશ્યક છે, એવામાં ખાનપાનથી લઈને શરીરને સ્વસ્થ રાખવા માટેના અમુક નિયમો અને કાયદાઓ બનાવામાં આવેલા છે, ખાસ કરીને સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે ભોજન હંમેશા તાજું જ લેવું જોઈએ. આયુર્વેદમાં પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે કે, ભોજન હંમેશા તાજું જ બનાવેલું લેવું જોઈએ, પણ આજના સમયમાં ફ્રીજ આવી ગયા છે ત્યારથી ખાવા પીવાની ચીજો તેમાં સુરક્ષીત રહે છે તેવો ભ્રમ થઇ ગયો છે.
મોટાભાગે ભારતીય મહિલાઓની આદત હોય છે, કે એક જ સમયમાં બે થી ત્રણ વારનો લોટ એક સાથે જ બાંધી લેતી હોય છે. કેમ કે આજે હર કોઈના ઘરમાં ફ્રીજ મોજુદ છે. મહિલાઓનું માનવું છે કે ફ્રીજમાં રાખેલો લોટ જલ્દીથી ખરાબ નથી થતો. જ્યારે જરૂર હોય ત્યારે ફટાકથી રોટલી બનાવી લેવાની ચાહતમાં મોટાભાગે મહિલાઓ આ કામ કરતી હોય છે. પણ તેઓ એ નથી જાણતી આ લોટ ખાવા લાયક નથી રહેતો.

વૈજ્ઞાનીકો અનુસાર ફ્રીજમાં રાખેલા ભોજનમાં મળી આવતા પોષક તત્વો ફ્રેશ ખોરાકની તુલનામાં બહુ ઓછા હોય છે. ફ્રીજમાં રાખવા પર ભોજનમાં પોષણનાં તત્વ નષ્ટ થઇ જાય છે, એવામાં આવો ખોરાક માત્ર પેટ ભરવા માટે જ હોય છે.
લોટને બાંધીને તરત જ તેનો ઉપયોગ કરી લેવો જોઈએ નહિતર તેમાં ઘણા એવા રાસાયણિક બદલાવ આવતા હોય છે જે શરીર માટે હાનીકારક સાબિત થઇ શકે છે. સાથે જ લોટને ફ્રીજમાં રાખવાથી તેમાં ઉપસ્થિત ફ્રીજ્માના હાનીકારક કિરણો પણ તેના પર પડે છે, જે લોટને ખરાબ કરી નાખે છે. માટે આવા લોટમાંથી બનાવેલી રોટલી ખાવાથી બીમારીઓ થઇ શકે છે.

સાથે જ વાસી લોટમાંથી બનેલી રોટલી વિશે ડોકટરોનું માનવું છે કે આવી રોટલીઓ પેટની બીમારી આપે છે. જેનાથી લોકોએ બચવું જોઈએ. વાસી ખોરાક ખાવાથી લોકોમાં ગેસની સમસ્યા પણ થઇ શકે છે, સાથે જ બવાસીર, ભગંદર પણ થવાની આશંકા રહે છે. તમે લોટને ફ્રીઝમાં રાખો છો અને ફ્રીઝનુ તાપમાન ઘણુ ઓછુ હોય છે પરંતુ ભીના લોટમાં ફર્મેટેશનની પ્રક્રિયા જલ્દી શરૂ થઈ જાય છે તેથી તે લોટમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા અને હાનિકારક કેમિકલ્સ પેદા થઈ જાય છે.
આયુર્વેદમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ફ્રીજમાં મુકેલા લોટનો ઉપયોગ ન કરો, ઘરમાં જેટ્લી રોટલીની જરૂર છે તેટલો જ લોટ બાંધો. ફ્રીજમાં રાખેલા લોટમાં ખટાસ આવી જાય છે જે બીમારીનું કારણ બને છે.
શાસ્ત્રોનું માનવું છે કે વાસી ભોજન ભૂતનું ભોજન છે. એવી માન્યતા છે કે ઘરમાં બાંધેલા લોટને છોડી દેવા પર ભૂત-પ્રેત, તેમજ નકારાત્મક શક્તિઓ ઘરમાં આવવા લાગે છે. માનવામાં આવે છે કે ફ્રીજમાં વધેલો લોટ રાખવાથી તે પીંડનાં સમાન છે, જેને લીધે ભૂત-પ્રેત આ પીંડને ખાવા માટે ઘરમાં આવવાનું શરુ કરી દે છે. જે લોકોના ઘરમાં આવી આદત હોય છે ત્યાં રોગ અને આળસનો ડેરો હંમેશા બની રહે છે.
થઈ શકે છે સમસ્યા:

ફ્રીઝમાં રાખેલો વાસી લોટ તમને ભલે ખરાબ ન લાગતો હોય અને તમે બીજા દિવસે તેની બનેલી રોટલી ખાઈ લેતા હોવ પરંતુ તે લોટ તમને પેટને સંબંધિત બીમારીઓ આપી શકે છે. આ લોટના પ્રયોગથી મુશ્કેલી થઈ શકે છે.
પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા માટે ક્યારેય વાસી ચીજનુ સેવન ન કરવુ જોઈએ. બચેલા લોટનુ ફરીથી સેવન કરવા પર કબજિયાતની સમસ્યાનો ખતરો રહે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા છે તે તેનુ સેવન બિલકુલ પણ ન કરે.
પાચનક્રિયા ખરાબ થવા અને ઇમ્યુન સિસ્ટમ કમજોર થવા પાછળ પણ વાસી અને બચેલો લોટ જવાબદાર હોઈ શકે છે. તેથી તેનાથી બચીને રહેવુ.
એક્સપર્ટ ટિપ્સ:
થાક અને આળસની સમસ્યા:

વાસી ખાવાનુ ખાવાથી તમને આળસ અને થાકની સમસ્યા થઈ જાય છે. હકીકતમાં જયારે પણ તમે ખાવાનુ ફ્રીઝમાં પછી ખાવાના ઉદેશ્યથી રાખો છો, તો તાપમાન ઓછુ હોવાના કારણે ભલે ખાવાનુ સડતુ નથી પણ તેમાં રહેલા પોષકતત્વો ખતમ થઈ જાય છે. ખાવાનુ ખાવાનો મુખ્ય ઉદેશ્ય તે પોષકતત્વો મેળવવાનો છે, જે તમને આખો દિવસ કામ કરવાની ઉર્જા આપે છે. તેવામાં વાસી ખાવાનુ ખાવાથી તમને આળસ અને થાકની સમસ્યા થવી સામાન્ય છે.
બાફેલા બટાટા બીજી વખત ગરમ ન કરવા:

બટાટામાં કાર્બોહાઇડ્રેટ અને વસા હોય છે. બટાટામાં રહેલા સ્ટાર્ચને કારણે કાપીને રાખવાથી તેનો રંગ લાલ થવા લાગે છે. બાફેલા બટાટામાં ઘણા મહત્વપૂર્ણ મીનરલ્સ હોય છે પણ જો બટાટાને મોડા સુધી રાખવામાં આવે કે તેને બીજી વખત ગરમ કરવામાં આવે, તો તેમાં રહેલા પોષકતત્વો ખતમ થઈ જાય છે. હકીકતમાં સામાન્ય તાપમાનમાં રાખવાથી કે બટાટાને ગરમ કરવાથી તેમાં બોટયૂલીજમ નામના બેક્ટેરિયા પેદા થાય છે.
વાસી ભાતનુ સેવન પણ છે ખતરનાક:

પકવેલા ભાતને રૂમ ટેમ્પરેચર પર રાખવાથી કે તેને ગરમ કરવાથી તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા કેટલાય ગણા વધી જાય છે. ચોખા ખૂબ જલ્દી ખરાબ થાય છે તેથી વધુ સમયના રહેલા ભાત ખાવાથી ઘણા પ્રકારની બીમારીઓ જેવી કે ડાયેરિયા, ઉલ્ટી, પેટદર્દ, ફૂડ પોઇઝનિંગ વગેરે થઈ શકે છે. ભાતને બીજી વખત ગરમ કરવાથી પણ તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા નથી મરતા અને તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks