જાણવા જેવું

ફ્રીજમાં મૂકેલ લોટની રોટલી ખાવી જોઈએ કે નહી? જાણો વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો… કામની માહિતી વાંચો

મોટાભાગના ઘરોમાં અત્યારે ફ્રિજની સગવડતા હોય છે એટ્લે ગૃહિણીઓને એક સગવડતા ઊભી થઇ છે. કે ફ્રીજમાં વાતાવરણ એકદમ ઠંડુ હોવાથી રાંધેલ ખોરાક કે શાકભાજીનો બગાડ ઓછો થાય છે. દૂધ, દહી, શાકભાજી, ફ્રૂટ આ બધુ મોટેભાગે ફ્રીજમાં જ સ્ટોર કરવામાં આવે છે. જે સારું છે કે બગાડ તો ઓછો થાય છે.

આમ જોઈએ તો નોકરિયાત મહિલાઓ માટે કે હાઉસવાઈફ મહિલાઓ માટે આ ફ્રિજનું ઉપકરણ ખૂબ ઉપયોગી સાબિત થયું છે. વિજ્ઞાને આપણને એટલી સુવિધાઓ આપી છે કે આપણને હવે તેની આદત થવા લાગી છે અને આળસુ પણ થાવા લાગ્યા છીએ જેને લીધે આ બધી સુવિધાઓ હવે આપણને બીમાર કરવા લાગી છે. આજના સમયમાં મિક્સી, ફ્રિજ, ઓવન, માઇક્રોવેવ, બ્લેન્ડર, કટાઈ-ચોપર વગેરે જેવી વસ્તુઓ રોજના જીવનમાં વાપરવામાં આવે છે.

Image Source

આ બધી સુવિધાથી મહેનત ઓછી લાગે છે અને કામ પણ જલ્દી પૂરું થઇ જાય છે. પણ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે આ બધી સુવિધાઓ સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક સાબિત થઇ શકે છે. મોટાભાગે ઘરોમાં વધેલો લોટ ફ્રિજમાં મુકવામાં આવતો હોય છે અને જરૂર પડવા પર તેને થોડો થોડો કાઢીને રોટલી કે પરોઠા બનાવામાં આવે છે. પરંતુ જોવા જઈએ તો લોટને ફ્રીજમાં મૂકી પછી તેનો લાંબા સમયે વપરાશ વૈજ્ઞાનિક રીતે પણ યોગ્ય નથી અને ધાર્મિક રીતે પણ નહી. તો ચાલો આજે જાણીએ કે ફ્રીજમાં મૂકેલ લોટની રોટલી ખાવી જોઈએ કે નહી.

Image Source

વૈજ્ઞાનિક કારણ:
મોટાભાગના ઘરોમાં આ જ વસ્તુ બને છે, લોટ બાંધ્યો, રોટલી બનાવીને વધારે પડતો લોટ બંધાઈ ગયો એટ્લે લોટ ફ્રીજમાં મૂકી દેવાનો. ને ફરી જ્યારે રોટલી બનાવવી હોય ત્યારે સમય પણ બચે ને લોટ પણ ન ભાંધવો પડે ને જ્યારે રોટલી બનાવવી હોય ત્યારે બની શકે. આ આજકાલની મહિલાઓની આદત પડી ગઈ છે. પરંતુ સમયની બચતના કારણે તમે તમારા અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકી રહ્યા છો.

એનું તમે વિચાર્યું ક્યારેય? જી હા, સાચે જ આવી રીતે જો તમે રોજ લોટનો ઉપયોગ કરશો તો તમારા બધા જ પૈસા ડોક્ટર ને જ આપવાનો વારો આવશે એક દિવસ.

Image Source

ફ્રીજમાં લોટ મૂકી રાખવાથી લોટમાં સમય જતાં રસાયણીક પ્રક્રિયા ઉદભવે છે. જેમાં ધીરે ધીરે લોટમાં બેક્ટેરિયા એકત્રિત થવા લાગે છે. બેક્ટેરિયા અતિ સૂક્ષ્મ હોવાથી નથી જોઈ શકાતા કે નથી ખ્યાલ આવતો. પરંતુ એ જ બેક્ટેરિયા જો વ્યક્તિના પેટમાં જાય તો ઘણા બધા રોગ થવાની શક્યતા રહેલી છે.

ફ્રીજમાં મૂકેલ એ બેક્ટેરિયા વાળા લોટની તમે રોટલી બનાવશો… એટ્લે સૌ પ્રથમ તો રોટલીમાં મીઠાશ નહી રહે. બીજું કે એ રોટલી જો રોજ ખાવામાં આવે તો સૌથી પહેલી અસર પાચનતંત્ર પર પડે છે, જેના કારણે પચનશક્તિ નબળી પડે છે ને ત્યારે જ થાય છે શરીર નબળું બનવાની શરૂઆત. સમય જતાં, અપચો, મરડો જેવી બીમારી થશે, ત્યારબાદ મોટાપો જીએચઆર કરશે ને એ જ બેક્ટેરિયા વડે શરીરમાં દાખલ થશે મોટા રોગો.

Image Source

જે પરિવારમાં પણ આવા પ્રકારની આદત છે ત્યાં કોઈને કોઈ પ્રકારની અનિષ્ટ,રોગ-શોક અને ક્રોધ તથા આળસની સમસ્યા હોય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વાસી ભોજન ભૂત ભોજન હોય છે અને તેને ખાનારા વ્યક્તિના જીવનમાં રોગ અને અનેક સમસ્યાઓ ઘર કરી જાય છે.

વૈજ્ઞાનિક રૂપે જોવા જૉઈએ તો પહેલાથી બનેલો ખોરાક કે કલાકો પહેલા બાંધેલો લોટ જ્યારે ફ્રીજમાંથી બહાર કાઢવામાં આવે છે તો તે ફ્રિજની ઠંડકમાં રાખવા છતાં પણ વાસી થઇ જાય છે. આવા લોટની રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એવામાં નાના-નાના રોગ થઇ જાવા પરિવારના સદસ્યો માટે સામાન્ય વાત થઇ જાય છે.

Image Source

માટે જ સંસોધકો અનુસાર, ફ્રીજમાં મુકેલ લોટ ઉપર જણાવેલ કારણોના હિસાબે વાપરવો કે રોટલી બનાવવી એ ખુદના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવા બરાબર છે.

ધાર્મિક કારણ:
ધાર્મિક કારણ મુજબ, બાંધીને રાખેલ લોટ પિંડમાં સમાવેશ પામે છે. કહેવાય છે કે પિંડમાં આત્માનો વાસ હોય છે. અને રોજ રાત્રે વાતાવરણમાં ફરતા આત્મા પીંડમાં વાસ કરે છે. એટ્લે કે ફ્રીજમાં રાખેલા લોટને પીંડ સમજી આત્મા એમાં વાસ કરે છે. પછી એ જ લોટની આપણે રોટલી બનાવી જમતા હોઈએ છીએ. જો સારો આત્મા હશે તો એ રોટલી ખાનારના વાણી, વર્તન અને વ્યવહાર સારા બનશે,

Image Source
પરંતુ જો ખરાબ આત્મા હશે તો જ્યાં સુધી એ રોટલી વ્યક્તિના શરીરમાં હશે ત્યાં સુધી તેની અસર તે વ્યક્તિમાં જોવા મળશે. આવું શાસ્ત્રી જણાવી રહ્યા છે. માટે આખી રાત ફ્રીજમાં મૂકેલ લોટણી રોટલી ક્યારેય બનાવવી જોઈએ નહી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.