પતિએ પત્નીનો 83 લોકો સાથે કરાવ્યો રેપ : પત્ની સાથે 10 વર્ષ ગંદા ગંદા કામ કર્યા, સૌથી ખતરનાક કિસ્સો આવ્યો સામે…
એક પુરુષે તેની પત્ની સાથે એવું કૃત્ય કર્યું છે, જેની સજા જેટલી પણ આપો તેટલી ઓછી છે. પત્નીને ડ્રગ્સ આપીને તેણે 80થી વધુ પુરુષો દ્વારા પત્ની પર રેપ કરાવ્યો. આ ઘટના 2011થી2020 વચ્ચે થઇ. આ મામલો ફ્રાન્સનો છે. આરોપીની ઓળખ ડોમિનિક પી તરીકે થઈ છે. જે પેન્શનર છે. તેના લગ્નને 50 વર્ષ થયા છે. ત્યાં જ્યારે પત્નીને આ વાતની જાણ થઈ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે દર્દભર્યા શબ્દોમાં વાત કરી અને કહ્યું કે તે તેના પતિને છૂટાછેડા આપી રહી છે.
મિરર યુકેએ તેના અહેવાલમાં સ્થાનિક મીડિયાને ટાંકીને જણાવ્યું કે ડોમિનિક તેની પત્નીના સાંજના ભોજનમાં એંજી-એંજાયટી ડ્રગ્સ લોરાજેપમ મિક્સ કરતો અને આ પછી તે પોતાની સૂતેલી પત્ની પર બળાત્કાર કરવા માટે કથિત રીતે અલગ અલગ પુરુષોને ઘરે બોલાવતો. વર્ષ 2020માં આ કેસની તપાસ શરૂ થઈ, જે બાદ 26 થી 73 વર્ષની વયજૂથના કુલ 51 પુરુષોની ઓળખ કરવામાં આવી અને તેમની ધરપકડ કરવામાં આવી. તેમના પર બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો. આ ઘટના એવિગન શહેરમાં બની હતી.
પતિ ફ્રાન્સના ઈન્ટરનેટ ફોરમ ‘a son insu’ પર પુરુષોને શોધતો હતો. ચર્ચા કર્યા બાદ મહિલા સાથે તેની પરવાનગી વગર અને તેને ડ્રગ્સ આપતો અને બીજા પુરુષો પાસે રેપ કરાવતો. આ દરમિયાન તે વીડિયો પણ રેકોર્ડ કરતો. પ્રાથમિક તપાસમાં અધિકારીઓને ત્રણ વર્ષ પહેલાના વીડિયો વિશે જાણકારી મળી હતી. ત્યારબાદ આરોપી છુપાયેલા કેમેરા દ્વારા ચેન્જિંગ રૂમમાં મહિલાનું રેકોર્ડિંગ કરતો ઝડપાયો હતો. તેના કોમ્પ્યુટરમાંથી ઘણા અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા. અહીં તેણે તમામ વીડિયો ‘એબ્યુઝ’ નામની ફાઇલમાં રાખ્યા હતા.
ફ્રેન્ચ અખબારના જણાવ્યા મુજબ, સેંકડો વીડિયોમાં તારીખ, નામ, કરવામાં આવેલી પ્રવૃત્તિને શીર્ષક તરીકે લખવામાં આવી હતી. તપાસકર્તાઓને જાણવા મળ્યું કે 83 પુરુષોએ મહિલા પર 92 વખત યૌન શોષણ કર્યું હતું. બાકીના પુરૂષોની ઓળખ કરવાની કામગીરી હજુ ચાલુ છે. આરોપી પતિએ બળાત્કાર માટે આવતા પુરૂષો દ્વારા તમાકુ કે પરફ્યુમના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેથી તેની સ્મેલથી પત્ની જાગી ન જાય. આ પછી, તે ગરમ પાણીથી તેમના હાથ ધોવડાવતો કારણ કે પત્નીને શરીરના તાપમાન વિશે ખબર ન પડી શકે. પત્નીને શંકા ન થાય તે માટે આરોપીએ અનેક નિયમો બનાવ્યા હતા.
બળાત્કારીઓએ તેમની કાર ઘરથી થોડે દૂર આવેલી સ્કૂલ પાસે પાર્ક કરવાની હતી. ત્યારબાદ અંધારું થતાં તેઓએ ત્યાંથી ચાલીને આરોપીના ઘરે પહોંચવાનું હતુ કારણ કે પાડોશીઓ જોઈ ન શકે. ઘરમાં પ્રવેશતાની સાથે જ તેઓએ રસોડામાં જઈને કપડા ઉતારવાના અને પછી ઘરે આવનાર દરેક વ્યક્તિને ગરમ પાણીથી હાથ ધોવાના. જેથી પત્ની અલગ-અલગ તાપમાનને કારણે જાગી ન જાય. આ ઉપરાંત પુરુષોને સિગારેટ પીવા અને પરફ્યુમ લગાવવા પર પ્રતિબંધ હતો.
તેની પાછળનું કારણ પણ એ જ હતું કે તેના ગયા પછી પત્નીને ઘરમાં કોઈના આવવાની ખબર ન પડે. પીડિતાએ કહ્યું કે એકવાર તેના પતિએ તેને પાર્ટનરની અદલાબદલી કરવાની એટલે કે વાઇફ સ્વેપિંગની ઓફર કરી હતી પરંતુ તેણે સ્પષ્ટપણે ના પાડી દીધી હતી. જ્યારે પોલીસે પીડિતાને તેના પતિ દ્વારા બનાવેલા વિડિયો વિશે જણાવ્યું ત્યારે તેણે કેટલાક જૂના એપિસોડ ભેગા કરવાનું શરૂ કર્યું. તેણે તપાસકર્તાઓને કહ્યું કે તેની પાસે અમુક ઘટનાઓની ફ્લેશબેક છે. તેને ડ્રગ્સ આપવાના કારણે આવું થયું હતું.
તબીબી તપાસમાં જાણવા મળ્યું કે મહિલા ચાર પ્રકારના સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોથી સંક્રમિત હતી. આ કેસની સુનાવણી આવતા વર્ષે હાથ ધરવામાં આવશે, જેમાં 52 આરોપીઓને સકંજામાં લેવાશે. જ્યારે પીડિતાને પ્રારંભિક તપાસ દરમિયાન નવેમ્બર 2020માં પતિ વિશે વાત કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું કે તે મહાન, દયાળુ અને સંભાળ રાખનાર હતો પણ તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે આવો ગુનો કરશે. ઘટના સામે આવ્યા પીડિત મહિલાએ તેના પતિથી છૂટાછેડા માટે અરજી કરી છે.