રેસ્ટોરન્ટમાં કામ કરતી ગુજરાતી યુવતી પર આવ્યું ફ્રાંસના ભુરીયા યુવકનું દિલ, મહાદેવના મંદિરમાં લીધા સાત ફેરા

અજબ પ્રેમ કી ગજબ કહાની: ફ્રાન્સનો વિદેશી દુલ્હો અને ગુજરાતી દેશી છોકરી…વાહ શું જોડી છે- જુઓ PHOTOS

એવું કહેવાય છે કે પ્રેમને કોઈ સીમાડા નડતા નથી, પ્રેમ તો નાત-જાતના બંધનો તોડી અને ખુબ જ આગળ વધે છે, તેને તો સરહદોના બંધનો પણ નડતા નથી. સોશિયલ મીડિયા અને સમાચારમાં આપણે ઘણા એવા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમાં વિદેશી દુલ્હન ભારતના કોઈ ગામડામાં રહેતા દેશી યુવક સાથે લગ્ન કરવા આવી હોય. પરંતુ થોડા સમય પહેલા જ એક વિદેશી યુવકનું દિલ ગુજરાતી યુવતી ઉપર આવી ગયું હતું.

મૂળ અમદાવાદ અને બનારસના એક રેસ્ટોરન્ટમાં કામ કરતી ધરતીને એક ફ્રાન્સના વતની રોમને જોઈ હતી. આ બંનેની મુલાકાત 2019ના ડિસેમ્બરમાં થઇ હતી, અને પછી અવાર નવાર તેમની મુલાકાતો વધવા લાગી, ધીમે ધીમે વધેલી મિત્રતા પ્રેમમાં ક્યારે પરિણમી તેમને પણ ખબર ના રહી અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.

જેના બાદ પ્રેમીઓનો દિવસ તરીકે ઓળખાતા ગયા વર્ષે વેલેન્ટાઈન ડેના દિવસે જ રોમન અને ધરતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. કાશીના માર્કંડેય મહાદેવ મંદીરમાં આ બંનેએ ભારતીય રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા અને સાત જન્મના બંધનમાં બંધાવવા માટે સાત ફેરા લીધા. આ અનોખા લગ્નને જોઈને સૌ કોઈ હેરાન પણ રહી ગયા હતા.

રોમન અને ધરતીના આ અનોખા લગ્નની અંદર તેમના નજીકના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના પૂજારી દ્વારા ધાર્મિક રીતિ રિવાજોનું પાલન કરીને આ લગ્ન કરાવવામાં આવ્યા, રોમને ધરતીના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું અને સેંથામાં સિંદૂર પણ ભર્યું, બન્નેએ સાચા મનથી એકબીજાને વરમાળા પહેરાવી.

ધરતીએ જણાવ્યું કે તે ગુજરાતમાંથી ભણીને વારાણસી નોકરી કરવા આવી અને અસ્સી ઘાટ ઉપર પોતાનું રેસ્ટોરન્ટ ચલાવે છે. તેની મુલાકાત રોમન સાથે એક વર્ષ પહેલા કાશીમાં થઇ હતી. રોમન જયારે જયારે કાશી આવતો ત્યારે ત્યારે તેના રેસ્ટોરન્ટમાં જરૂર આવતો. બંને વચ્ચે પ્રેમ ઊંડો થયા બાદ તેમને પોતાના સંબંધને કોઈ નામ આપવાનું નક્કી કરી લીધું.

રોમાને જણાવ્યું કે ભારતીય પરંપરાના લગ્ન એક અતૂટ બંધન છે. જેના કારણે તેને કાશીમાં આવીને લગ્ન કર્યા. તેને કહ્યું કે બાબા ભોલેનાથની નગરીમાં કરવામાં આવેલું કાર્ય ક્યારેય અસફળ નથી થતું. લગ્ન બાદ ધરતીએ પણ કહ્યું કે તે પોતાના વ્યવસાયને સાથે મળીને આગળ વધારશે.

Niraj Patel