કડકડતી હાડ થીજવી દે તેવી ઠંડીમાં ઉઘાડા શરીરે આ સેલેબ્રિટીએ કર્યું એવું કારનામુ કે જોઈને લોકો પણ હક્કાબક્કા રહી ગયા, જુઓ વીડિયો
હાલ દેશભરમાં ઠંડીનો જબરદસ્ત માહોલ ચાલી રહ્યો છે. એવી ઠંડી પડી રહી છે કે ગોદડાંમાંથી બહાર આવવાનું પણ મન નથી થતું. ત્યારે ઘણી જગ્યાએ હિમવર્ષા પણ થઇ રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ ઠંડીને લગતા અલગ અલગ વીડિયો વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલમાં એક સેલેબ્સે એક એવો વીડિયો શેર કર્યો છે જે જોઈને જ કોઈને પણ ઠંડી ચઢી જાય.
જર્મનીના પ્રખ્યાત ફૂટબોલર આન્દ્રે સ્કર્લનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આન્દ્રેએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં તે બૂટ, શોર્ટ્સ, ગ્લોવ્સ અને કેપ પહેરેલો જોઈ શકાય છે. તેણે કોઈ શર્ટ અને કોટ પહેર્યો નથી. આન્દ્રે -19 ડિગ્રી તાપમાનમાં તે સ્થાન પર ચડ્યો, જ્યાં ભારે બરફ પડી રહ્યો છે. આ ટ્રેક પ્રેરક વક્તા અને એથ્લેટ વિમ હોફ દ્વારા શરૂ કરાયેલ પડકારનો એક ભાગ છે. હવે આન્દ્રેએ કહ્યું છે કે આ ટ્રેક તેણે તેના જીવનમાં કરેલો સૌથી મુશ્કેલ કામ હતું.
તમને જણાવી દઈએ કે, 32 વર્ષીય આન્દ્રે સ્કર્લ એક ફૂટબોલ ખેલાડી છે જેણે જર્મનીને 2014 વર્લ્ડ કપ જીતવામાં મદદ કરવા માટે ત્રણ ગોલ કર્યા હતા. તેણે માત્ર 30 વર્ષની વયે નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું હતું. ત્યારે હાલ તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યં છે.
View this post on Instagram
વીડિયો શેર કરતા તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘આઇસમેન હોફના અનુભવનો 3જો દિવસ અને મારા સુંદર ક્રૂ સાથે સમિટમાં. તે માનસિક અને શારીરિક રીતે મેં અત્યાર સુધી કરેલી સૌથી મુશ્કેલ વસ્તુ છે. છેલ્લી મિનિટોમાં, હું કંઈપણ અનુભવી શક્યો નહીં અને ચાલુ રાખવા માટે મેં મારી અંદર કંઈક શોધ્યું.”