કહાની વીરાંગના માતંગિની હાજરાની, જેમના શરીર પર ચલાવવામાં આવી ગોળીઓ તો પણ છેલ્લા શ્વાસ સુધી ના છોડ્યો તિરંગો

તે જાબાંજ મહિલા જે 73 વર્ષની ઉંમરએ દેશ માટે અંગ્રેજોની ગોળીઓ સામે ચટ્ટાન બની ઊભી રહી હતી…ગોળીઓ ચાલતી રહી પરતુ તિરંગો ન પડવા દીધો, આંખોમાં આંસૂ લાવી દેશે આ મહિલાની કહાની

આપણને આ આઝાદી એક દિવસ, એક સપ્તાહ કે એક મહિના કે એક વર્ષમાં નથી મળી. આજે આપણે જેમ આપણી ઇચ્છા મુજબ જીવન જીવી રહ્યા છે, કોઇના પણ ડર વગર માથુ ઉઠાવી ચાલી રહ્યા છે. આ બધુ હજારો લોકોના બલિદાન બાદ મળ્યુ છે. દુખની વાત એ છે કે, ઘણા લોકો આ સ્વતંત્રતાની કિંમતને સમજી શકતા નથી. આપણે કેટલાક લોકોને જાણીએ છીએ જેમણે દેશને આઝાદ કરાવવા માટે પોતાનો જીવ આપી દીધો અને તેમની જન્મજયંતિ ઉજવીએ છીએ, પરંતુ એવા અસંખ્ય નામો છે જે ઇતિહાસના પુસ્તકોમાં ખોવાઈ ગયા છે. તેનું નામ રેકોર્ડમાં પણ નથી. કેટલાક લોકો એવા પણ છે જેમને ભવિષ્યમાં લોકો કેવી રીતે યાદ કરશે તેની પરવા ન હતી, તેમના માથા પર એક જ સૂર હતો – અંગ્રેજોથી દેશને આઝાદ કરવો અને આવી જ એક મહિલા માતંગિની હાજરા હતી.

તે ખ્યાતિથી દૂર રહી પરંતુ તેના બલિદાનને ભારતના ઇતિહાસમાં હંમેશા અંકિત કરવામાં આવશે.પશ્ચિમ બંગાળના મિદનાપુરના તામલુક પોલિસ સ્ટેશન અંતર્ગત ગામ આવે છે હોગલા. 19 ઓક્ટોબર 1870ના રોજ, માતંગીની હાજરાનો જન્મ આ ગામમાં થયો હતો. માતંગિનીનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો અને તેના કારણે તે પ્રાથમિક શિક્ષણ પણ મેળવી શકી ન હતી. માતંગિની હાજરા જીવનભર અભણ રહી. તે સમયે દેશમાં બાળલગ્ન પ્રચલિત હતા અને ગરીબ યુવાન છોકરીઓના લગ્ન વૃદ્ધ જમીનદારો, ઉમરાવો સાથે કરવામાં આવતા હતા. માતંગિની સાથે પણ આવું જ થયું.

ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, 12 વર્ષની ઉંમરે તેમના લગ્ન 60 વર્ષની વયના ત્રિલોચન હાજરા સાથે થયા હતા. ત્રિલોચન હઝરાને પહેલેથી જ એક પુત્ર હતો. 18 વર્ષની ઉંમર સુધીમાં માતંગિની વિધવા થઈ ગઈ અને તેમને કોઈ સંતાન ન હતું. તે તેના માતા-પિતાના ઘરે પાછી આવી પરંતુ પોતાનું અલગ ઘર બનાવીને રહેવા લાગી. પતિના અવસાન બાદ તેઓ નિરાધારોનો સહારો બની ગયા અને સામાજિક કાર્યોમાં પોતાનો સમય પસાર કરવા લાગ્યા. જ્યારે તેઓ દેશના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા ત્યારે તેમની ઉંમર 62 વર્ષની હતી.

72 વર્ષની ઉંમરે અંગ્રેજોએ તેમના પર ગોળીઓ વરસાવી હતી. પરંતુ તેમણે મોત સુધી તિરંગો પડવા ન દીધો અને તેમના મોંમાંથી વંદે માતરમ નીકળતું રહ્યું. કોઈપણ બાબતમાં તેમનું પરાક્રમ અને સાહસ રાણી લક્ષ્મીબાઈથી ઓછું નથી. આજની યુવતીઓ આ મહાન મહિલા સ્વાતંત્ર્ય સેનાનીની કહાની સાંભળશે તો નવાઈ પામશે. તિરંગાની શાન માટે જે લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે તેમાં આ બૂઢી ગાંધીનું નામ ટોચ પર છે. એટલા માટે જો તમે ગૂગલમાં તેમની તસવીર સર્ચ કરશો તો તમને તેમની મોટાભાગની તસવીરોમાં તેમના હાથમાં ત્રિરંગો જોવા મળશે. મૂળ તસવીર કદાચ નહીં મળે, મોટે ભાગે તેમની મૂર્તિઓના ચિત્રો છે.

Shah Jina