ખબર

હવે જો કોરોના થયો તો પૈસા ખર્ચવા તૈયાર રહેજો, ખાનગી હોસ્પિટલમાં નહીં મળે હવે ફ્રી બેડની સુવિધા, AMCનો મોટો નિર્ણય

ગુજરાતીઓ ભૂલી જાઓ કે મફતમાં કોરોનાની સારવાર થશે, AMCએ લીધો મોટો નિર્ણય

કોરોના વાયરસનો ફેલાવો દુનિયાભરની અંદર થયો ત્યારથી કોરોનાની સારવાર અને તેના ખર્ચ વિશેના કેટલાય બિલ અને કેટલીય વાતો સોશિયલ મીડિયામાં વાયરલ થતી જોવા મળી હતી. પરંતુ સરકાર દ્વારા કોરોનાની સારવારમાં રાહત પણ મળી હતી, પરંતુ હાલ વધતા જતા કોરોનાના વ્યાપ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

Image Source

જો કોરોના થયો અને સારવાર માટે તમારે ખાનગી હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો તો હવે મોટા બિલ ચૂકવવા માટે તમારે તૈયાર રહેવું પડશે. કારણ કે હવે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાની ફ્રી સારવાર બેડ બંધ કરવામાં આવ્યા છે. આ પહેલા મનપા દ્વારા ખાનગી હોસ્પિટલમાં 50 ટકા બેડ આપવાનો કરાર કર્યો હતો, જે હાલ રદ કરવામાં આવ્યો છે.

Image Source

જો તમે કોરોનાની સારવાર મફતમાં કરાવવાની ઈચ્છા રાખતા હોય તો હવે તમારે ફરજીયાત સરકારી હોસ્પિટલમાં જ જવું પડશે, કારણ કે AMC દ્વારા ખાનગી હોસ્પિટલમાં 50 ટકા ફ્રી બેડનો કરાર હવે રદ કરી દેવામાં આવ્યો છે.

Image Source

અમદાવાદની અંદર કોરોના કેસોમાં વધારો થવાની સાથે જ એમઓયુ કરીને 66 જેટલી હોસ્પિટલોમાં 50 ટકા બેડ એએમસી ક્વોટામાં રાખવામાં આવ્યા હતા. જયારે બાકીના 50 ટકા બેડ ઉપર ખાનગી હોસ્પિટલ પોતાની રીતે દર્દીઓ દાખલ કરી શકતા હતા, પરંતુ હવે આ કરાર રદ કરવામાં આવ્યો છે. નાગરિકો માટે હવે કોરોનાની મફત સારવાર માત્ર સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ અને એસવીપી હોસ્પિટલ પૂરતી જ સીમિત થઈ ગઈ છે.

Image Source

અમદાવાદમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવતો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના નવા 270થી પણ વધારે કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદમાં આજથી બીઆરટીએસ અને એમટીએસ બસો બંધ કરવાના નિર્ણય સાથે પાર્ક, જિમ, સ્પોર્ટક્લબ, ગેમ ઝોન પણ અચોક્કસ મુદત માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

Image Source

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પણ કોરોનાના વધતા વ્યાપને જોતા ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રી કરફયુ રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધીનો કરી દેવામાં આવ્યો છે.