ગોલ્ડન બોય નીરજના ડંકા વાગ્યા ગિરનાર ગઢ ઉપર…રોપ-વે કંપની આપી રહી છે ફ્રીમાં મુસાફરી કરવાની તક, બસ આજ એક છે શરત

આજે દેશભરમાં એક નામની ખુબ જ ચર્ચાઓ છે અને તે છે ગોલ્ડન બોય નીરજ ચોપડા. નીરજ ચોપડાએ ટોકિયો ઓલમ્પિકની અંદર ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો અને દેશનું નામ ગર્વથી રોશન કરી દીધું છે. ત્યારે નીરજ ઉપર ઇનામોનો વરસાદ થઇ રહ્યો છે. દેશભરમાંથી ઠેર ઠેર લોકો નીરજને કરોડોના ઇનામો આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર ગઈકાલથી એક ઇમેજ પણ વાયરલ થઇ રહી છે. જેમાં ભરૂચ પાસેના નેત્રંગમાં એક પેટ્રોલ પંપ માલિકે નીરજ નામના કોઈપણ વ્યક્તિને મફતમાં રૂપિયા 501નું પેટ્રોલ આપવાનું પણ શરૂ કર્યું છે. આ ઓફર આજે સાંજ સુધી રહેવાની છે અને તેના માટે નીરજ નામના વ્યક્તિએ ફક્ત તેનું આઈડી કાર્ડ બતાવવું પડશે.

ત્યારે હવે નીરજના ડંકા ગિરનાર ગઢ ઉપર પણ વાગી ઉઠ્યા છે. સુવર્ણ પદક મેળવનાર નીરજના સન્માનમાં 20 ઓગસ્ટ સુધી ફ્રીમાં મુસાફરી કરવાની તક આપી રહી છે. પરંતુ એ માટે એક ખાસ શરત રાખવામાં આવી છે.  જેના દ્વારા વ્યક્તિ રોપ-વેની ફ્રીમાં મુસાફરી કરી શકશે.

જુનાગઢના ગીરનાર રોપ – વે ચલાવતી  ઉષા બ્રકો કંપનીએ ખુશી વ્યકત કરતા આજે એક મોટી જાહેરાત કરી છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે “નીરજ” નામના કોઈપણ વ્યક્તિને 20 ઓગસ્ટ સુધી રોપ-વેણી મુસાફરી મફતમાં કરવા દેવામાં આવશે. રોપ-વેની મફત મુસાફરીનો લાભ કોઈપણ નીરજ નામનો વ્યક્તિ લઇ શકે છે અને પવિત્ર તીર્થસ્થાન એવા ગિરનાર પર્વત ઉપર બિરાજમાન દત્તાત્રેય ભગવાન અને અંબાજી મંદિરના દર્શન કરી શકે છે.

Niraj Patel