ખબર જાણવા જેવું

તો ભારતીય લોકોને આઇફોન ખરેખર ફ્રીમાં મળવા લાગશે? વાંચો શું છે એપલની જાહેરાત

હજુ મોટાભાગના લોકોએ આઇફોન-10ના દર્શન પણ નહી કર્યા હોય એ વખતમાં એપલે આઇફોન-11 બજારમાં લોન્ચ કરી દીધો છે. હાલ તેનું એડવાન્સ બુકિંગ પણ ચાલુ થઈ ગયું છે અને ૨૦ સપ્ટેમ્બર બાદ લોકોના હાથમાં ત્રણ કેમેરાની નવતર ટેક્નોલોજી ધરાવતો આઇફોન-11 હશે. આ સમયે એપલના સીઇઓ ટીમ કૂક દ્વારા કરવામાં આવેલી એક જાહેરાત ભારતીય લોકોમાં ચર્ચા જગાવી રહી છે. જાહેરાતનો મતલબ છે : ભારતમાં આઇફોન ૨૦,૦૦૦ જેટલી કિંમત સુધી સસ્તા મળવાનો!

આઇફોન મળશે બજારભાવથી ઓછી કિંમતે —

એપલના સીઇઓ ટીમ કૂકે કરેલી જાહેરાતમાં તાજેતરમાં જ લોન્ચ કરાયેલ આઇફોન-11નો સમાવેશ થતો નથી એ જાણવું જરૂરી છે. એપલે દક્ષિણ ભારતમાં ફોક્સકોન પ્લાન્ટમાં આઇફોનનું એસેમ્બલિંગ શરૂ કર્યું છે. અર્થાત્ હવે આઇફોન ભારતમાં બનશે. ભારતમાં બનનાર આઇફોન વિશ્વના બજારભાવ કરતા ૨૦,૦૦૦ જેટલી કિંમતે સસ્તા મળવાના છે. જો કે, તેની સાથે ક્વોલિટીમાં કોઈ છેડછાડ કરવામાં નહી આવે.

આઇફોન એક્સ, આઇફોન એક્સએસ અને આઇફોન એક્સએસ મેક્સ : આ ત્રણ આઇફોન ભારતીયોને વિશ્વના બજાર કરતા ૨૦,૦૦૦ રૂપિયા જેટલા સસ્તા મળશે. આનું કારણ એપલે ભારતમાં ખોલેલ પોતાનું એસેમ્બલિંગ યુનિટ છે, જેને લઈને સ્થાનિક રીતે કરવામાં આવતું ઉત્પાદન સસ્તું પડે છે.

ઉલ્લેખનીય છે, કે ભારતે હાલમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં છૂટ આપી છે. સિંગલ રિટેલ એફડીઆઇમાં આપેલી છૂટનો ઉપયોગ કરીને એપલ ભારતમાં પોતાના સેક્ટર સ્થાપશે.

તો આઇફોન મફતમાં પણ મળી શકશે! —

એપલના સીઇઓ ટીમ કૂકે જાહેરાતમાં ભારતીય મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ સાથે ટાઇ-અપ કરવાની પણ જાહેરાત કરી છે. આમ કરવાથી માસિક ફોન બીલની પ્રાઇઝ પર ગ્રાહકોને આઇફોન એક રીતે જોતા ગ્રાહકોને ફ્રીમાં મળી શકે છે! જો કે, આના પર હાલ કામ ચાલુ છે.

શું છે આઇફોન-11ની સૌથી ખાસ વાત? —

હાલમાં જ લોન્ચ થયેલ એપલનો નવતર ફોન આઇફોન-11 ત્રણ કેમેરાને લઇને ચર્ચામાં છે. પાછળની સાઇડમાં ઝૂમખાંની જેમ લાગેલા ત્રણ કેમેરા લોકોની નજર ખેંચી રહ્યા છે. આની પાછળનું એપલનું ધોરણ કેમેરાની ગુણવત્તા વધારવાનું અને લોકોને DSLR જેવા કેમેરાની જરૂરતમાંથી મુક્તિ અપાવવાનું છે. ફોનના આ કેમેરાથી લીધેલી તસ્વીરો કોઇ હાઇરિઝોલ્યૂશન કેમેરા કરતા પણ વધુ ભભકાદાર હશે!

આઇફોન-11ની કિંમત શું છે? —

આઇફોન-11ની કિંમત ૫૦,૦૦૦ જેટલી, આઇફોન-11(પ્રો)ની કિંમત ૭૧,૦૦૦ જેટલી જ્યારે આઇફોન-11(મેક્સ)ની કિંમત આશરે ૮૦,૦૦૦ જેટલી રહેશે. જો કે, આ બજારભાવ વૈશ્વિક સ્તરના છે. ભારતમાં આનાથી તો કિંમત વધારી જ ગણી લેવાની રહેશે!

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks