ખબર

અમદાવાદના આ યુવકને ઝોમેટોમાંથી મંગાવેલા આ 2 પીઝા પડ્યા 60 હજારમાં, તમારી સાથે આવું થાય એ પહેલા વાંચી લો આંખ ઉઘાડનાર કિસ્સો

આજે ઘણા લોકો તેની આળસને કારણે અથવા નવી-નવી સ્કીમના કારણે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતા હોય છે. પરંતુ ક્યારેક એવું ઘટના ઘટી જતી હોય છે કે, ક્યારે મનમાં પણ ના વિચાર્યું હોય. ત્યારે હાલમાં જ એક અમદાવાદમાં એક યુવક ખરાબ ફૂડના પૈસા રિફંડ આપવાના બહાને વિગતો મેળવી છેતરપિંડીનો ભોગ બન્યો છે.

અમદાવાદના થલતેજમાં રહેતા અને સાણંદમાં રેસ્ટોરાં 27 વર્ષીય બિઝનેશમેન ઋષભ શાહે 4 ઓક્ટોબરના રોજ ઝોમેટોમાંથી 2 પીઝા ઓર્ડર કર્યા હતા. પરંતુ પીઝા ખરાબ આવતા તેમને ઝોમેટોઈ હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. પરંતુ ત્યાંથી કોઈ રીપ્લાય આવ્યો ના હતો.

થોડા સમયબાદ જ ફોન આવ્યો હતો, તેને એવું કહ્યું હતું કે, હું ઝોમેટોમાંથી બોલું છું. તમે ઝોમેટોને હેલ્પલાઇન પર કેમ કોલ કર્યો હતો. એના જવાબમાં ઋષભે જણાવ્યું હતું કે,મારા પીઝા ખરાબ આવ્યા હતા તેથી બદલી આપવા માટે ફોન કર્યો હતો. ત્યારે ફોન પર વાત કરી રહેલ વ્યક્તિએ એમ કહ્યું હતું કે, અમે ફૂડ નથી બદલી આપતા પરંતુ રિફંડ આપીએ છીએ. ત્યારે ઋષભે રિફંડની લાલચમાં બધી ડીટેલ આપી દીધી હતી.

આ વ્યક્તિએ લિંક મોકલી આપું છું કહીને તેમાં વિગત ભરી મેસેજ કરવાનું કહતું હતું. ત્યારે તાત્કાલિક આ ખાતમાંથી 5 હજાર ઉપડી ગયા હતા. ત્યારબાદ 2 દિવસ પહેલા એક અજાણી વ્યકિતએ ફોન કરી કહ્યું હતું કે, પૈસા ડેબિટ થઇ ગયા છે આ મેસેજ મને 3 વખત મોકલો. ઋષભે આ મેસેજ ત્રણ વખત મોકલતા 6 ટ્રાન્ઝેક્સનમાંથી 60 હજાર રૂપિયા ઉપડી ગયા હતા.આ મામલે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ કરતા વધુ તપાસ હાથ ધરી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.