ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગ બાદ ચંદ્રયાનની ડિઝાઇન પોતે બનાવી હોવાનો દાવો કરી રહેલા સુરતના મિતુલ ત્રિવેદીની વધશે મુશ્ક્લીઓ, જાણો કારણ

સુરતના મિતુલ ત્રિવેદીએ વૈજ્ઞાનિક હોવાનું કહી ચંદ્રયાનના લેન્ડરની ડિઝાઇન બનાવવાનો કર્યો હતો દાવો, હવે ISROના જવાબ બાદ ફૂટી ગયો આ ફ્રોડનો ભાંડો, જુઓ

Fraud scientist Mitul Trivedi Surat : ISRO દ્વારા લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન 3એ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ બાદ ઇતિહાસ રચી દીધો છે અને આ ઘટનાને લઈને આખા દેશને ગૌરવ પણ થઇ રહ્યું છે. ત્યારે આ દરમિયાન સુરતના મિતુલ ત્રિવેદી નામના એક વ્યક્તિએ ચંદ્રયાનની ડિઝાઇન બનાવી હોવાનો પણ દાવો કર્યો હતો અને એને લઈને તે ખુબ જ ચર્ચામાં પણ આવી ગયો હતો. પરંતુ હવે મિતુલ ત્રિવેદી નામના આ વ્યક્તિનો ભાંડો ફૂટવાની તૈયારીમાં હોય તેમ લાગી રહ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચમાં પુછપરછ માટે બોલાવ્યો :

મીડિયા રિપોર્ટ અનુસાર મિતુલ ત્રિવેદીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોમવારે મોડી રાત્રે પુછપરછ માટે પણ બોલાવવામાં આવ્યો હતો. મિતુલે ઈસરો સાથે સંકળાયેલો હોવાનો પણ દાવો કર્યો હતો, જેને લઈને સુરત પોલીસે કેટલાક પુરાવા ચકાસણી માટે ઈસરો બેંગલુરુમાં પણ મોકલ્યા હતા. ત્યારે ઈસરો દ્વારા આ વેરિફિકેશન થયા બાદ મિટિલને મોડ઼ી રાત્રે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક પુછપરછમાં મિતુલ ત્રિવેદી ફ્રોડ હોવાની વિગતો પણ સામે આવી રહી છે.

અન્ય સાથે ફ્રોડ કર્યું છે કે નહિ તેની થશે તપાસ :

ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મિતુલ ત્રિવેદીની ડિગ્રીઓ અને તેને અન્ય કોઈ સાથે ઠગાઈ કરી છે કે નહિ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે. મિતુલને આજે ફરીથી ક્રાઇમ બ્રાન્ચમાં પુછપરછ માટે બોલાવવામાં આવે તેવી શક્યતા પણ છે. મિતુલ ત્રિવેદીએ એવો દાવો કર્યો હતો કે ચંદ્રયાન-3ના લૅન્ડરની ડિઝાઇન તેમણે બનાવી હતી. એટલું જ નહીં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તે સ્પેસક્રાફ્ટ ડિઝાઇનિંગ ટીમના સભ્ય હતા અને તેમણે તેના કૉન્સેપ્ટ ડિઝાઇનિંગમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

ઈસરોએ ફ્રોડ કહ્યું :

ત્યારે આ મામલે મીડિયા રિપોર્ટ અનુસાર ઇસરોએ આ અંગે જણાવતા કહ્યુ છે કે, મિતુલ ત્રિવેદી નામનો કોઈ વ્યક્તિ તેમની સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલો નથી. આ કોઈ બનાવટી વ્યક્તિ છે. જે બાદ વૈજ્ઞાનિક ગણાવતા મિતુલ ત્રિવેદી સામે 420-467-468, 471 જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવી શકે તેવી તૈયારી કરાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.

Niraj Patel