બાળકોને મોબાઇલ આપતા પહેલા 100 વાર વિચારજો, સુરતમાં મોબાઇલમાં કાર્ટુન જોતુ 2 વર્ષનું બાળક ચોથા માળેથી નીચે પટકાતાં મોત થયું હતું

સુરતમાં 2 વર્ષનું બાળક મોબાઇલમાં કાર્ટૂન જોતો હતો અને અચાનક થયું મૃત્યુ- એકનો એક દીકરો ગુમાવ્યો હતો

મોબાઇલ તો આજકાલના બાળકો માટે જીવન જરૂરિયાતની વસ્તુ થઇ ગઇ હોય તેમ લાગી રહ્યુ છે. બાળકો તો મોબાઇલની અંદર એટલા મશગુલ થઇ જતા હોય છે કે તેમને કંઇ ભાન જ રહેતુ નથી.

પરંતુ કોઇવાર મોબાઇલને કારણે બાળકોનો જીવ પણ જતો રહેતો હોય છે તો કોઇવાર તેઓ ગંભીર રીતે ઘાયલ પણ થઇ જતા હોય છે. હાલ આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જયાં લિંબાયત વિસ્તારમાં આવેલ પ્રતાપનગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી એક માસૂમ નીચે પટકાયો હતો અને તેને કારણે 55 કલાકની સારવાર બાદ તેનુ મોત થયુ છે.

આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જે ખૂબ જ હ્રદય કંપાવી દેનારા છે. મૃતકના પિતાએ જણાવ્યુ કે, તેઓ ટાઇલ્સ ફોલ્ડિંગમાં કામ કરે છે અને તેમનો 2 વર્ષિય એકનો એક દીકરો વારિસ હતો. તેઓ શનિવારના રોજ સવારે નોકરી પર ગયા હતા અને તે બાદ તેમની પત્નીએ વારિસ સાથે બપોરનું જમ્યા બાદ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને તેને મોબાઇલમાં કાર્ટુન જોવા આપી તે વોશરૂમ ગઇ હતી, તે બાદ તે પરત આવતા તેનો દીકરો ન દેખાતા તેણે શોધખોળ કરી હતી. બારીમાંથી તેણે જોયુ તો નીચે બધાની ભીડ એકઠી થઇ ગઇ હતી અને તેને કારણે તે ડરી ગઇ હતી અને નીચે દોડી ગઇ હતી.

લોકોએ કહ્યુ હતુ કે, એક બાળક નીચે પટકાયુ હતુ, જેને કારણે મહોલ્લાના છોકરાઓ તેને હોસ્પિટલ લઇને ગયા છે. આ સાંભળી તો પત્ની ગભરાઇ ગઇ હતી અને તેના હોંશ પણ ઉડી ગયા હતા અને તાત્કાલિક મૃતકના પિતાને જાણ કરવામાં આવી હતી. વારિસ તેમનો એકનો એક દીકરો હતો. તેની સારવાર માટે 55 કલાકમાં 50 હજારનો ખર્ચ થયો હતો તો પણ તેનો જીવ બચી ન શક્યો. તેમના બેડ અને બારી વચ્ચે 2 ફૂટનું જ અંતર હતુ, ત્યારે તેમણે જણાવ્યુ કે, આવી ઘટના કોઇ પણ પરિવારમાં ન બને તે માટે પ્રાર્થના કરીશુ.

Shah Jina