મોદીનગરમાં આ બાળકે બસમાં બારી ખોલીને ઊલટી કરી અને અચાનક જ મૃત્યુ થઇ ગયું- માતા પિતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા

મોદીનગરમાં 11 વર્ષના બાળકને મળ્યું દુનિયાનું સૌથી ડરામણું મૃત્યુ, બારી ખોલીને ઊલટી કરતો હતો ત્યાં અચાનક જ….

મોદીનગરમાં આજે સવાર સવારમાં એક ભયાનક અને ખુબ દુઃખદ ઘટના બની હતી. અહીં સ્કૂલબસમાં બેઠેલા 4th સ્ટાન્ડર્ડના ધોરણના એક વિદ્યાર્થીનું ભયાનક મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના ડ્રાઈવરની બેદરકારીને કારણે બની હતી. રસ્તામાં તેની તબિયત બગડી તો તે બસની બારીમાંથી માથું બહાર કાઢીને ઊલટી કરતો હતો.

આ દરમિયાન અચાનક જ ડ્રાઈવરે બસને બેદરકારીથી વળાંક લેતાં બાળકનું માથું લોખંડના ગેટ(એન્ટ્રી ગેટની દીવાલ) સાથે અથડાયું હતું. માર એટલો જોરદાર હતો કે બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઇન્સિડન્ટ થતા જ બસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતમાં મોત થયાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા અકસ્માત કોઇ પરિવાર માટે કાયમનું દુખ બની જતા હોય છે.

ત્યારે હાલ એક કિસ્સો સામે આવ્યો છે, જે ઘણો ચોકાવનારો છે. આ કિસ્સામાં એક 12 વર્ષના બાળકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. બાળક તેના ઘરેથી સ્કૂલ બસ દ્વારા સ્કૂલ જવા નીકળ્યો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે બસમાં સ્કૂલ જતી વખતે બાળકનું માથું રસ્તા પરના પોલ સાથે અથડાયું અને અકસ્માતમાં તેનું મોત થયું. ઘટના બાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ કરી હતી. આ ઘટના ચોથા ધોરણમાં ભણતા બાળક અનુરાગ નેહરા સાથે બની હતી.

પરિવારના જણાવ્યા મુજબ તેમનો પુત્ર સવારે સલામત રીતે શાળાએ જવા નીકળી ગયો હતો. શાળા પ્રશાસનનું કહેવું છે કે જ્યારે બાળકે ઉલ્ટી કરવા માટે તેનું માથું બસમાંથી બહાર કાઢ્યું ત્યારે તેનું માથું પોલ સાથે અથડાવાને કારણે તેનું મોત થયું હતું. પરંતુ બાળકના પરિવારજનોનો આરોપ છે કે શાળા પ્રશાસન ખોટું બોલી રહ્યું છે. સ્કૂલ બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે બાળકનું મોત થયું હતું. મૃતકના પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

ચોથા ધોરણમાં ભણતા અનુરાગ નેહરાના સંબંધીઓએ જણાવ્યું કે સવારે અનુરાગ સુરક્ષિત રીતે શાળાએ જવા નીકળી ગયો હતો. રસ્તામાં, શાળા પ્રશાસને તેને જાણ કરી કે તેના પુત્રને ઉલ્ટી થઈ રહી હતી, તેથી તેણે ચાલતી બસમાંથી તેનું માથું હટાવ્યું અને થાંભલા સાથે અથડાવાને કારણે તેનું મોત થયું. પરિવારજનોનો આક્ષેપ છે કે શાળા પ્રશાસન ખોટું બોલી રહ્યું છે. તેમનું કહેવું છે કે બસ ખોટી રીતે ચલાવવાને કારણે બાળકનું મોત થયું છે.

પરિવાર સ્કૂલ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવી રહ્યો છે, પરિવારનો એવો પણ આરોપ છે કે સ્કૂલ પ્રશાસન તેમને ગેરમાર્ગે દોરતું રહ્યું અને બાળકની સાચી સ્થિતિ તેમને જણાવવામાં આવી ન હતી. રડી-રડી પરિવારની હાલત ખરાબ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્કૂલના પ્રિન્સિપાલને કસ્ટડીમાં લીધા છે અને તેની પૂછપરછ કરી રહી છે.દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના મોદીનગર વિસ્તારમાં બુધવારે એટલે કે આજે આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, બુધવારે સવારે સાત વાગ્યે અનુરાગ સ્કૂલ બસમાં ચડ્યો. બસ હાપુડ રોડ પર પહોંચી ત્યારે અચાનક અનુરાગને ઉલ્ટી થવા લાગી.

આ પછી અનુરાગે બારીમાંથી માથું બહાર કાઢ્યું અને ઉલ્ટી કરવા લાગ્યો. આ દરમિયાન મોડિપોન પોલીસ ચોકીની સામેથી સ્કૂલ તરફ જતા રોડ પર ડ્રાઈવરે અચાનક જ જોરદાર વળાંક લીધો હતો. આ દરમિયાન વિદ્યાર્થી અનુરાગનું માથું પોલ સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલા સંબંધીઓએ લોકો સાથે શાળા પરિસરમાં હંગામો મચાવ્યો હતો.

તો ઘણા લોકોએ શાળાના પરિસરમાં જોરદાર માર માર્યો હતો અને મહિલાઓએ પ્રિન્સિપાલ પર ચપ્પલ પણ ફેંક્યા હતા. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને સમજાવીને શાંત પાડ્યા હતા. મોદીનગરના સીઓ અનુસાર બસ વળાવતી વખતે વિદ્યાર્થીનું માથું દિવાલ સાથે અથડાયું. જેના કારણે તેનું મોત થયું હતું. પોલીસે આચાર્યને કસ્ટડીમાં લીધા છે. બસ ચાલકની શોધખોળ ચાલુ છે.

પુત્રના મૃત્યુના સમાચાર મળતાં જ આખા ફેમિલીના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બાળકના મમ્મી પપ્પા દોડતા દોડતા સ્કૂલે પહોંચ્યાં હતાં. તેઓ લાડલા બાળકની લાશ જોઈને જ ભાંગી પડ્યાં હતાં. વાલીએ ડ્રાઈવરની બેદરકારીનો ગુસ્સો સ્કૂલના પ્રિન્સિપાલ પર ઉતાર્યો હતો અને તેમના પર ચપ્પલ ફેંક્યાં હતાં. આ દરમિયાન બચાવ માટે વચ્ચે પડેલા ટીચર્સને પણ તેમણે માર્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લોકોને સમજાવીને શાંત કર્યા હતા. હાલ પોલીસે પ્રિન્સિપાલને કસ્ટડીમાં લઈ લીધા છે.

YC