બિચારા પોલીસવાળાને કેવો દોડાવી દોડાવીને માર માર્યો, વીડિયો જોઈને તમે પણ લાલપીળા થઇ જશો, જુઓ

ચાર યુવકોએ પોલીસકર્મીને દોડાવી દોડાવીને માર્યા, વીડિયો વાયરલ

આપણા દેશની અંદર પોલીસ દેશની અંદર દેશની રક્ષા કરે છે, પરંતુ ઘણા લોકો એવા હોય છે જે કાયદાને પણ પોતાના હાથમાં લેતા હોય છે અને પોલીસ સાથે પણ માથાકૂટ કરતા હોય છે. ઘણા લુખ્ખા તત્વો તો પોલીસ સાથે મારઝૂડ પણ કરતા હોય છે. આવી ઘણી ઘટનાઓ તમે જોઈ અને સાંભળી હશે પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તે ખરેખર હેરાન કરી દેનારો છે, જેમાં એક પોલીસકર્મીને કેટલાક લોકો દોડાવી દોડાવીને મારતા જોવા મળે છે.

આ ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાંથી. જ્યાં ચાર યુવકોએ પોલીસકર્મીને માર માર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક પોલીસકર્મી આગળ દોડી રહ્યો છે અને કેટલાક યુવકો તેની પાછળ દોડતા જોવા મળે છે અને તે જ પોલીસકર્મીને રસ્તાની વચ્ચે મારતા હોય છે. આ ઘટના લખનઉના પારા પોલીસ સ્ટેશન વિસ્તારની જણાવવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પારા પોલીસ સ્ટેશનની મોહન ચોકીથી થોડે દૂર બંથરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિવાન શ્રીકાંતે એક બાઇક પર સવાર ચાર યુવકને રોક્યો હતો. ચારેય જણા રસ્તામાં અવાજ કરી રહ્યા હતા. દીવાન શ્રીકાંતે તેને બૂમો પાડવાની મનાઈ કરી હતી, પરંતુ ચારેય યુવકો દીવાન શ્રીકાંત સાથે બાખડી પડ્યા હતા.

આ પછી ચારેય યુવકોએ દીવાનની રસ્તા વચ્ચે દોડાવીને માર માર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પોલીસકર્મીએ અવાજ કરી રહેલા ચાર યુવકોને ના પાડી તો તે બધા નીચે ઉતરી ગયા અને પોલીસકર્મી સાથે દલીલ કરવા લાગ્યા અને પછી મારામારી થઈ.

થોડી જ વારમાં પોલીસકર્મીને માર મારવાનું શરૂ કર્યું. આ દરમિયાન એક વ્યક્તિએ વચ્ચે પડી અને પોલીસકર્મીને બચાવવાનો પ્રયાસ કર્યો. હાલ પોલીસે ચાર યુવકો પૈકી એક યુવકની ઓળખ કરી તેમને કસ્ટડીમાં લીધા છે. આ સાથે જ ચાર યુવકો વિરુદ્ધ દીવાન શ્રીકાંતની તહરિર પર ગંભીર કલમો હેઠળ કેસ લખવામાં આવી રહ્યો છે, જેમાં મારપીટ સહિત સરકારી કામમાં અવરોધ લાવવાનો કેસ નોંધવામાં આવી રહ્યો છે.

Niraj Patel