ખબર

વલસાડ: ટૂંકા-ટૂંકા વસ્ત્રોમાંમાં ઝડપાઇ ગઈ સ્પાની આ સુંદરીઓ, વિદેશી દારૂના માલ સાથે….પોલીસ પણ ચોંકી ગઈ

લોકડાઉનમાં છૂટછાટ મળવાની સાથે હવે દારૂના રસિયા ગુજરાતીઓ કેન્દ્ર શાસિત પ્રદેશો દીવ અને દમણ તરફ વળવા લાગ્યા છે,  ત્યારે આ દરમિયાન વલસાડ જિલ્લાની પારડી પોલીસે વડોદરાના સ્પા સેન્ટરમાં કામ કરી રહેલી ચાર યુવતીઓની ધરપકડ કરી છે.

તે દમણમાંથી દારૂ લઇ અને ગુજરાતમાં પ્રવેશી રહી હતી. તે દરમિયાન જ પારડી પોલીસે પાતલિયા કલસર ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન દમણ તરફથી આવતી કારમાં ગેરકાયદે દારૂનો જથ્થો જપ્ત કરી જતી 4 નાગાલેન્ડની યુવતી સહિત પાંચની ધરપકડ કરી હતી.

આ બાબતે મળી રહેલી વધુ વિગતો અનુસાર પોલીસને આ ગાડીમાંથી દારૂની 17 બોટલો મળી આવી હતી, જેને ચાર યુવતીઓ સહીત એક યુવક ગુજરાતમાં લઈને પ્રવેશી રહ્યા હતા. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ યુવતી વડોદરાની અંદર એક થાઈ સ્પામાં કામ કરે છે.

દારૂ લઇ અને ગુજરાતમાં પ્રવેશી રહેલી આ યુવતીઓએ એટલા ટૂંકા કપડાં પહેર્યા હતા કે જોઈને પોલીસ પણ શરમાઈ ગઈ હતી. પોલીસે આ ચારેય યુવતીઓ સહીત યુવકની પણ ધરપકડ કરી અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તેમજ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

મોઇન્લા તિકાશરું, ત્સુગ્રો સોગલા વલી, કિલ્લો બેની બેન્તુંનગો નુગ્લી, પેતની વિથેપુ આ છોકરીઓ અને તેમની સાથે કાર ચલાવી રહેલા વડોદરાના રાહુલ બુકિલને પોલીસે ૧૭ વિદેશી દારૂની બોટલ સાથે પકડાઈ ગઈ હતી. આશરે ત્રણ લાખથી વધુનાં મુદામાલ સાથે તમામની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.