કપાતર દીકરાએ મમ્મી પપ્પા સમેત ચાર લોકોની કરી નાખી કરપીણ હત્યા, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

એક જ પરિવારના ચાર લોકોની હત્યાથી હચમચી ઉઠ્યું દિલ્હી, દીકરાએ જ માતા-પિતા દાદી અને બહેનની કરી હત્યા- જાણો એવું તો શું કારણ હતું….

ગુજરાત સમેત દેશભરમાં હત્યાના મામલો સતત સામે આવી રહ્યા છે અને તેમાં પણ દિલ્હીમાંથી એક પછી એક આવતી ચોંકાવનારી ઘટનાઓએ લોકોના શ્વાસ પણ અઘ્ધર કરી દીધા છે. ત્યારે હાલ એક એવો જ રૂંવાડા ઉભા કરી દેનારો મામલો સામે આવ્યો છે, જેમાં એક દીકરાએ જ પોતાના માતા-પિતા સમેત ચાર લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ ઘટના બાદ આસપાસના વિસ્તારમાં પણ અરેરાટી મચી જવા પામી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના અમે આવી છે દિલ્હીના પાલમ વિસ્તારમાંથી. જ્યાં એક યુવકે પોતાના જ પરિવારના ચાર લોકોની ચાકુ મારીને હત્યા કરી નાખી. મોતને ભેટેલા લોકોમાં માતા-પિતા, બહેન અને દાદી સામેલ છે. પોલીસે આ મામલે હત્યારાની ધરપકડ કરી લીધી છે.  મીડિયા રિપોર્ટ અનુસાર નશાની લતના કારણે તેને પરિવારના સભ્યોની હત્યા કરી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આરોપી કેશવ થોડા સમય પહેલા નોકરી કરતો હતો, પરંતુ તેની નોકરી છૂટી ગઈ હતી અને તેની ગર્લફ્રેન્ડ સાથે પણ તેનું બ્રેકપ થઇ ગયું હતું. સાથે જ તે નશાનો આદિ પણ બની ગયો હતો. નશો કરવા માટે તે ઘરવાળા પાસે પૈસા પણ માંગ્યા કરતો હતો જેનાથી ઘરવાળા સાથે પણ તેનો વારંવાર ઝઘડો થતો હતો. કેશવને નશાની લત છોડાવવા માટે નશા મુક્તિ કેન્દ્રમાં પણ મોકલવામાં આવ્યો છતાં પણ તેની નશાની લત છૂટી નહિ અને તે પરિવાર પાસે નશો કરવા માટે પૈસા માંગ્યા કરતો.

ગત મંગળવારના રોજ પણ તેને પરિવાર પાસે નશો કરવા માટે પૈસાની માંગણી કરી હતી. પૈસા ના આપવા પર તેને પરિવારની હત્યા કરવાનું નક્કી કરી લીધું. ઘરના સભ્યો અલગ અલગ માળ પર હતા હતા. રાત્રે તેને સૌથી પહેલા તેના દાદી પાસે પૈસા માંગ્યા અને ના આપવા પર બીજા માળે જ દાદીનું ચાકુ મારીને હત્યા કરી નાખી. જેના બાદ તેને તેની મા પપાસે પૈસા માંગ્યા અને તેમને પણ ના આપ્યા  કરી નાખી જેના બાદ તેને પિતા અને નાની બહેનની પણ હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ તે ભાગવાની ફિરાકમાં પણ હતો પરંતુ ચીસોનો અવાજ સાંભળીને પાડોશમાંથી આવેલા તેના કાકાએ તેને ઝડપીને પોલીસના હવાલે કરી દીધો.

Niraj Patel