ખબર

ગાંધીનગરમાં બર્થડે પાર્ટી કરવા જતા ચાર યુવાનોનું અચાનક મૃત્યુ થતા હાહાકાર, કાળજું કંપાવી દે એવી ઘટના

દહેગામ રાયપુર પાસે નર્મદા કેનાલમાં ચાર યુવાનો તડપી તડપીને મરી ગયા, પરિવારના માથે આભ તૂટી પડ્યું..હવે બિચારા માં-બાપનું શું?

ઘણા લોકો જન્મ દિવસની ઉજવણી કરતા સમયે ભાન ભૂલતા હોય છે અને મોટી આફતનો શિકાર પણ બનતા હોય છે. હાલ એવી જ એક ખબર ગાંધીનગર પાસે રાયપુર નર્મદા કેનાલ આગળથી આવી છે. જ્યાં ચાર  યુવાનો જન્મ દિવસની ઉજવણી કરવા માટે ભેગા થયા હતા અને કેનાલમાં નહાવા જતા ડૂબી ગયા.

આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ચારેય યુવાનોનો શોધખોળ હાથ ધરી હતી. તો આ ચાર યુવાનોમાં અમદાવાદના કૃષ્ણનગર વિસ્તરમાં રહેતો એક 21 વર્ષીય યુવાન પણ સવારથી ગુમ હોવાના કારણે તેના પિતા પણ કેનાલ પાસે દોડી આવ્યા હતા.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર દહેગામ નરોડા હાઈવે પર આવેલી રાયપુરથી વીરા તલાવડી જવાના માર્ગ પર આવેલા બ્રિજ પાસે નર્મદા કેનાલમાં આજે ભર બપોરે ચાર યુવકો પાણીમાં ગરકાવ થતા આસપાસના સ્થાનિક રહીશોના ઘટનાસ્થળ પર ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આ દુર્ઘટના બન્યાના 3 કલાક પછી તરવૈયાઓ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નર્મદા કેનાલમાં ઉતરીને શોધખોળ હાથ ધરી હતી.

આ યુવકો બાઇક અને એક્ટિવા પર કેનાલ પાસે આવ્યા હતા. જેમાં 24 વર્ષીય નિકુંજ અનિલભાઈ સગર, 21 વર્ષીય સાહિલ અરવિંદભાઈ પટેલ, 20 વર્ષીય જયદીપ સબવાણિયા અને 19 વર્ષીય સ્મિત રાકેશભાઈ પટેલ હતા. આ ચાર યુવાનોમાંથી એક યુવાનનો આજે જન્મ દિવસ પણ હતો.

ચારેય યુવાનો કેનાલ પાસે સેલ્ફી લઈ રહ્યા હતા. આ દરમિયાન જ એક યુવાનનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયો હતો. જેને બચાવવા માટે એક પછી એક ત્રણ યુવાનો પણ કેનાલમાં કૂદી પડ્યા હતા અને બાદમાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કેનાલ પરથી પોલીસને બે જોડ ચપ્પલ પણ મળી આવ્યા છે.

આ ચારેય યુવાનોની હાલ તો શોધખોળ ચાલી રહી છે, પરંતુ હજી સુધી કોઈ કેનાલમાં ડૂબી જનાર યુવકોનો અતો પતો મળ્યો નથી. કેનાલ ખાતે ડભોડા પોલીસની ટીમ ઘટના સ્થળે હાજર થતાં શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે.  યુવાનોના વાલીઓ પણ આ ઘટનાને લઈને આઘાતમાં છે.