Morbi Woman Rape : ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મના કિસ્સા સામે આવે છે. સગીરાઓ અને યુવતિઓ સાથે સાથે પરણિતાઓને પણ ઘણીવાર નરાધમો દ્વારા હવસનો શિકાર બનાવવામાં આવે છે. ત્યારે હાલમાં મોરબીમાંથી એક પરણિતા પર સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. વ્યવસાયી મહિલાને દુકાનના ભાડા બાબતે ચર્ચા કરવા બોલાવી તેને ઘેની પીણું પીવડાવી ચાર શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ખબર સામે આવતા જ ખળભળાટ મચી ગયો.
મહિલાને સઘળી હકિકતનું ભાન થયા પછી તેણે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી ચાર આરોપીની ધરપકડ કરી હતી. એવું સામે આવ્યુ છે કે જે આરોપીઓ પકડાયા છે તેમાંના 2 તો સગા સાળા-બનેવી છે. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીનાં કોમર્શિયલ કોમ્પલેક્ષમાં બ્યુટીપાર્લર ચલાવતી મહિલાને તેની પાડોશમાં દુકાન ધરાવતી મહિલાને ગુરુવારે એક પ્રસંગમાં મેકઅપનો ઓર્ડર હતો જે પુરો કર્યા પછી વધારાનો સામાન તેની દુકાનમાં મૂકવા ગઈ.
આ સમયે મહિલાની દુકાન પાસે દુકાન ધરાવતા યશ દેસાઈએ દુકાનના ભાડા મુદે વાતચીત કરવાના બહાને ઓફિસમાં બોલાવી અને પછી તેને ઘેની પીણું પીવડાવ્યુ. આ તકનો લાભ લઇ ચાર શખ્સે દુષ્કર્મ આચર્યું. જો કે, આ મામલે મહિલાએ પતિને વાકેફ કર્યા હતા અને પછી મહિલાએ યશ વિશ્વાસભાઈ દેસાઈ, ધરમ ઉર્ફે ટીનો પ્રવિણભાઈ ચૌહાણ, અભિ ઉર્ફે અભય દિનેશ જીવાની તેમજ રવિ દિલીપભાઈ ચૌહાણ નામના ચારેય નરાધમો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચારેય સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી અને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા.