અજબગજબ

આ ઇમારતની સુરક્ષા જોઈને હેરાન રહી જશો,હેલીકૉપ્ટર દ્વારા થાય છે રાત-દિવસ નિગરાની, જાણો એવી તે કંઈ કિંમતી વસ્તુ છે આ ઇમારતમાં?

દેશ-દુનિયામાં ઘણી એવી વસ્તુઓ હશે કે જે એટલી કિંમતી હોય છે કે તેની સુરક્ષા રાખવી એટલી જ જરૂરી હોય છે. પછી તે કોઈ કિંમતી વસ્તુ હોય કે પછી કોઈ દિગ્ગ્જ વ્યક્તિ. નેતાઓ કે મોટી મોટી દિગ્ગ્જ હસ્તીઓને પણ સુરક્ષાની જરૂર પડે છે તો કિંમતી વસ્તુની પણ સુરક્ષા રાખવી સ્વાભાવીક વાત છે.

Image Source

એવામાં આજે અમે તમને એક એવી અનોખી અને સુંદર ઇમારત વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની સુરક્ષા રાષ્ટ્ટ્રપતિ ભવન કરતા પણ વધારે કડક અને સખ્ત છે. હવે તમે વિચારી રહયા હશો કે એવી તે વળી કઈ ઇમારત જેની સુરક્ષા માટે કડક નિયમો બનેલા છે અને તે પણ રાષ્ટ્રપતિભવન ભવન કરતા વધારે?અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાની ફોર્ટ નોક્સ ઇમારત ની.આવો તો તમને જણાવીએ આ ઇમારતના રહસ્ય વિશે જેની આજ સુધીને કોઈને પણ જાણ નહિ થઇ હોય.

Image Source

જણાવી દઈએ કે ફોર્ટ નોક્સની આ ઇમારત અમેરિકી આર્મી દ્વારા વર્ષ 1932 માં નિર્માણ કરવામાં આવી હતી.જો કે હકીકતે ફોર્ટ નોક્સ અમેરીકન આર્મીની એક પોસ્ટ છે, કે જે કેન્ટુકી રાજ્ય માં છે અને આ ઇમારત એક લાખ નવ હજાર એકડ માં ફેલાયેલી છે.

Image Source

આ ઇમારતને દુનિયાની સૌથી સુરક્ષિત ઇમારતોમાંની એક માનવામાં આવે છે. સૌથી ખાસ વાત એ છે કે આ ઇમારતમાં એક એવી કિંમતી વસ્તુ પડેલી છે કે જેને લીધે તેની સુરક્ષા રાષ્ટ્રપતિ ભવન કરતા પણ વધારે જરૂરી છે અને તેના પર નજર રાખવા માટે દિવસ-રાત હેલીકૉપ્ટર ફરતા રહે છે.

Image Source

આ ઇમારત ચારે બાજુથી દીવાલોથી પુરી રીતે કવર કરાયેલી છે, આ દીવાલ મજબુત ગ્રેનાઇટથી બનેલી છે. સુરક્ષા એટલી કડક છે કે અહીં માણસ તો શું પણ એક પક્ષી પણ ફરકી નથી શકતું.આ ઇમારત એટલી મજબૂત છે કે તેના પર કોઈ બૉમ્બ વિસ્ફોટની પણ અસર થઇ શકતી નથી.

Image Source

ઇમારતની આજુબાજુ પણ પરવાનગી વગર કોઈ માણસ પણ ફરકી નથી શકતું.આ સિવાય દીવાલોમાં દરેક જગ્યાએ એલાર્મ સિસ્ટમ પણ રાખેલઈ છે જેથી કોઈપણ ખતરાનો અંદેશો પહેલાથી જ થઇ જાય.ઇમારતની સુરક્ષા બંદૂકથી લઈને હેલીકૉપ્ટરની સાથે સાથે 30,000 જેટલા અમેરિકી સૈનિકોને લગાવવામાં આવેલા છે જે દિવસ રાત તેની નિગરાની કરે છે.

Image Source

ફોર્ટ નોકસની આટલી કડક સુરક્ષાની પાછળનું કારણ એ છે કે ઇમારતની અંદર 42 લાખ કિલો જેટલું સોનુ સંગ્રહિત છે. આ સિવાય અમેરિકી સ્વતંત્રતાનું અસલી ઘોષણાપત્ર,ગુટેનબર્ગની બાઇબલ અને અમેરિકી બંધારણની સાચી કોપી પણ પડેલી છે. જે કોઈ કિંમતી વસ્તુથી ઓછું નથી.

Image Source

સૌથી ખાસ વાત એ છે કે જ્યા સોનુ સંગ્રહિત કરવામાં આવેલું છે ત્યાં ખુબ જ મજબૂત દરવાજો બનાવવામાં આવેલો છે. જેનું વજન લગભગ 22 ટન જેટલું છે.જેને આસાનીથી ખોલી શકાતું નથી. એક ખાસ પ્રકારના કોડ દ્વારા જ ખુલી શકે છે જેની જાણકારી અંદરના અમુક જ કર્મચારીઓને હોય છે.આ ઇમારતની જેટલી કડક સુરક્ષા છે તેટલી કદાચ રાષ્ટ્રપતિ ભવનની પણ નહીં હોય.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks