ભ્રષ્ટાચાર મામલે ખરી ખોટી સંભળાવતા મનમોહન સિંહે સંસદમાં કહ્યું હતું કે હજારો જવાબો કરતાં …જાણો જોરદાર કિસ્સો

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેહોશ થયા પછી, તેમને 8:06 વાગ્યે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના બુલેટિન અનુસાર, તેમને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમણે 9:51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા.

મનમોહન સિંહના રાજકિય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા, મનમોહન સિંહના નિધનને કારણે કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે.રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે મોડી રાત્રે બેલગવીથી દિલ્હી પહોંચ્યા અને પછી સીધા મનમોહન સિંહના નિવાસસ્થાને ગયા.

રાહુલ ગાંધીએ લખ્યું કોંગ્રેસના સ્થાપના દિવસને લગતા કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે. પાર્ટીના કાર્યક્રમો 3 જાન્યુઆરી પછી શરૂ થશે. મનમોહન સિંહના પાર્થિવ દેહને આવતીકાલે કોંગ્રેસના મુખ્યાલયમાં રાખવામાં આવશે, જ્યાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે. તેમના અંતિમ સંસ્કાર રાજઘાટ પાસે કરવામાં આવશે.ભારતીય ટીમે પણ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ રમી રહેલી ભારતીય ટીમે કાળી પટ્ટી પહેરીને મેદાનમાં પ્રવેશ કર્યો હતો. જણાવી દઇએ કે, તેઓ 1991માં પહેલીવાર આસામથી રાજ્યસભા પહોંચ્યા હતા. ત્યારથી તેઓ લગભગ 33 વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા. છઠ્ઠી અને છેલ્લી વખત, તેઓ 2019માં રાજસ્થાનમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા.

3 જાન્યુઆરી 2014ના રોજ મનમોહન સિંહે PM તરીકે તેમની છેલ્લી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે 100થી વધુ પત્રકારોના 62 પ્રશ્નોના જવાબ આપ્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, “હું પ્રામાણિકપણે માનું છું કે સમકાલીન મીડિયા કરતાં ઈતિહાસ મારા પ્રત્યે વધુ ઉદાર રહેશે.” મનમોહને 22મી મે 2004ના રોજ ભારતના 14મા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

તેમને એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર કહેવામાં આવ્યા, પણ તેમણે ના માત્ર 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો, પરંતુ આગલી વખતે સરકારમાં પાછા ફર્યા. કુશળ અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહ જ્યારે રાજકારણી બન્યા ત્યારે તેમના વ્યક્તિત્વના ઘણા અદ્રશ્ય પાસાઓ સામે આવ્યા. ‘સિતારો કે આગે જહાં ઔર ભી હે…’ સંસદમાં આ શેર વાંચનારા ડૉ. મનમોહન સિંહ તેમની અંતિમ યાત્રાએ નીકળી પડ્યા છે.

દેશની અર્થવ્યવસ્થાને મુશ્કેલ સમયમાં બહાર લાવવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે ડૉ.મનમોહન પીએમ આવાસમાં રહેતા હોવા છતાં પોતાને સામાન્ય માણસ કહેતા હતા. 27 ઓગસ્ટ 2012ના રોજ સંસદ પરિસરમાં ‘હજારો જવાબો સે અચ્છી હે મેરી ખામોશી…’ આ શેર કહેનાર મનમોહન હંમેશા માટે ખામોશ થઇ ગયા છે. હંમેશા વાદળી રંગની પાઘડી પહેરનાર મનમોહન સિંહ તેમની અંતિમ યાત્રાએ નીકળ્યા છે.

સંસદનું સત્ર ચાલી રહ્યું હતું. તે સમયે મનમોહન સરકાર પર કોલ બ્લોક ફાળવણીમાં ભ્રષ્ટાચારનો આરોપ હતો ત્યારે મનમોહન સિંહે કહ્યું કે કોલ બ્લોક ફાળવણી અંગે CAGના રિપોર્ટમાં કરવામાં આવેલી ગેરરીતિઓના આરોપો તથ્યો પર આધારિત નથી અને સંપૂર્ણ પાયાવિહોણા છે.

લોકસભામાં પોતાનું નિવેદન આપ્યા બાદ તેમણે સંસદ ભવન બહાર મીડિયાને પણ નિવેદન આપ્યું હતું. તેમના ‘મૌન’ પર તેમને ટોણો મારનારાઓને જવાબ આપતાં તેમણે આ શેર સંભળાવ્યો, ‘હજારો જવાબો સે અચ્છી હૈ મેરી ખામોશી, ન જાને કિતને સવાલોં કી આબરૂ રખી’.

Shah Jina