PM હોવા છત્તાં પણ BMW થી વધારે મારુતિ 800 ને પસંદ કરતા હતા ડો.મનમોહન, જાણો કારણો અને જુઓ તસવીરો

ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સીએમ યોગી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ સહિત ઘણા નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. ત્યારે આ વચ્ચે યોગી સરકારના મંત્રી અસીમ અરુણે તેમના જૂના દિવસોને યાદ કરીને કંઇક પોસ્ટ કર્યું છે, જ્યારે તેઓ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહના મુખ્ય બોડીગાર્ડ હતા.

ફેસબુક પર પોસ્ટ કરતી વખતે અસીમ અરુણે કહ્યું કે હું 2004થી લગભગ ત્રણ વર્ષ સુધી તેમનો બોડીગાર્ડ હતો. SPGમાં, વડાપ્રધાનની સુરક્ષાનું સૌથી અંદરનું વર્તુળ ક્લોઝ પ્રોટેક્શન ટીમ છે, જેનું નેતૃત્વ કરવાની મને તક મળી. AIG CPT એવા અધિકારી છે જે ક્યારેય PMથી દૂર નહોતા રહી શકતા. જો પીએમ સાથે માત્ર એક જ બોડીગાર્ડ રહી શકે છે, તો માત્ર અધિકારી તેમની સાથે રહેશે. આવી સ્થિતિમાં તેમની સાથે પડછાયાની જેમ રહેવું મારી જવાબદારી હતી.

યોગી સરકારના મંત્રી આસિમે વધુમાં કહ્યું કે, “ડૉ. સાહેબ પાસે માત્ર એક જ કાર હતી- મારુતિ 800, જે પીએમ હાઉસમાં ચમકતી બ્લેક BMWની પાછળ પાર્ક કરવામાં આવતી હતી. મનમોહન સિંહજી મને વારંવાર કહેતા – અસીમ, મને આ કાર ચલાવવી પસંદ નથી, મારી ગાડી તો આ છે (મારુતિ), હું સમજાવતો કે આ કાર તમારી લક્ઝરી માટે નથી, તેની સુરક્ષા વિશેષતાઓ એવી છે કે તેને એસપીજીએ લીધી. પરંતુ જ્યારે પણ મારુતિ કાર પસાર થતી ત્યારે તે હંમેશા તેને દિલથી જોતા.

જાણે કે સંકલ્પ દોહરાવી રહ્યા હોય કે હું મિડલ ક્લાસ વ્યક્તિ છુ અને સામાન્ય માણસની ચિંતા કરવાનું મારુ કામ છે, કરોડોની ગાડી પીએમની છે, મારી તો મારુતિ છે. જણાવી દઇએ કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 92 વર્ષની વયે ​​ગુરુવારે 26 ડિસેમ્બરે 9.51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક છે.

Shah Jina