જૂનાઢના પૂર્વ ધારાસભ્યના દીકરાનું અમેરિકામાં અવસાન, 15 દિવસથી હતા હોસ્પિટલમાં સારવાર હેઠળ

0

જૂનાગઢ જિલ્લાનાના માળિયાના પૂર્વ ધારાસભ્યના ઘરે આભ તૂટી પડયું છે. પૂર્વ ધારાસભ્યના જુવાનજોધ પુત્રનું અમેરિકામાં કોરોનાના કારણે અવસાન થતા શોક છવાઈ ગયો છે.

જૂનાગઢ જિલ્લાની માળીયા પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરતભાઇ કાંબલિયા અને ભાજપ અગ્રણી અને જૂનાગઢ મહાનગરપાલિકના માજી ડે. મેયર નિરુબેન કાંબલિયાના પુત્ર આનંદભાઈ કાંબલિયાનું અમેરિકાના ફ્લોરિડા રાજ્યના લોસ એન્જલ્સ શહેર ખાતે શુક્રવારે કોરોના વાઈરસથી મૃત્યુ થયું છે. પૂર્વ ડે. મેયર નિરૂબેન કાંબલીયાના પુત્ર અમેરીકાની હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી સારવાર હેઠળ હતા. જોકે, મૃત્યુ કયા કારણોસર થયું તેની તપાસ શરૂ કરી છે.

Image source

ભાજપ અગ્રણી અને જૂનાગઢ મનપાના માજી ડે. મેયર નિરુબેન કાંબલિયાના પુત્ર આનંદભાઈ કાંબલિયાનું અમેરિકાના ફ્લોરિડા રાજ્યના લોસ એન્જલ્સ શહેર ખાતે શુક્રવારે નિધન થયું છે. મૃતક આનંદ કાંબલિયા ઓસ્ટ્રેલિયન કાર કંપનીમાં નોકરી કરતા હતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

Image source

સ્વ. આનંદભાઈ કાંબલિયા લોસ એન્જલ્સ શહેરમાં પત્ની દક્ષાબેન અને બાળકો સાથે રહેતા હતા. તેઓને લોસ એન્જલ્સની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી, પરંતુ શુક્રવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જેને પગલે જૂનાગઢમાં રહેતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.