BREAKING : બે બે વાર MLA રહી ચૂકેલા આ નેતાની થઇ ખુલ્લેઆમ હત્યા, ફોર્ચ્યુનરમાં 50 રાઉન્ડ ફાયરિંગ, જુઓ તસવીરો કોમેન્ટમાં

બહાદુરગઢમાં INLDના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠીની આજે ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. રાકેશ સિહાગે ધ મીડિયા રિપોર્ટ્સમાં પુષ્ટિ કરી છે કે પૂર્વ ધારાસભ્ય જ્યારે એસયુવીમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં નફે સિંહનું મોત થયું છે.

તમને જણાવી દઈએ કે આ ભયાનક એટેક પછી તેમને અને બીજા ઇજાગ્રસ્તોને બ્રહ્મશક્તિ સંજીવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં નફે સિંહ અને તેમના સુરક્ષા ગાર્ડનું મોત થયું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે નફે સિંહ રાઠી પોતાની ટોયોટા ફોર્ચ્યુનર કારમાં સવારી કરી રહ્યા હતા. ને અચાનક જ અમુક હુમલાખોરો તેમનો પીછો કરી રહ્યા હતા. જ્યારે નફે સિંહની કાર બારાહી ફાટક પાસે પહોંચી તો તેમણે પૂર્વ ધારાસભ્ય પર ગોળીબાર કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જયારે ગોળીબાર થયો ત્યારે તેમના પર 40થી50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. નફે સિંહ રાઠીને જાનથી મારવાની સતત ધમકીઓ મળી હતી. પ્રવક્તા અમનદીપે કહ્યું છે કે, ‘સરકાર પાસે તેમની સિક્યુરિટી મંગાઈ હતી, પણ ન મળી.

તેમના પર અગાઉ પણ નાના-મોટા હુમલાઓ થયા છે.’ ઈજ્જરના એસપી અર્પિત જૈને કહ્યું કે, ‘પોલીસને ફાયરિંગની માહિતી મળી હતી. સીઆઈએ અને એસટીએફની ટીમો તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.’

તેઓ બે વખત MLA રહી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે બંને વખત તે બહાદુરગઢથી ધારાસભ્ય બન્યા હતા. તેઓ બે વાર બહાદુરગઢ મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

YC