ખબર

IASની તૈયારી કરતી યુવતીએ લગ્ન પહેલા જ થવા વાળા પતિને આ રીતે લૂંટ્યો, બાબુ સોના કહીને આવા સપના બતાવ્યા

સોશિયલ મીડિયા અને સમાચારની અંદર ઘણા એવા કિસ્સાઓ સાંભળવા મળે છે જેને જાણીને આપણે પણ વિચારમાં પડી જઈએ, તો લગ્નના નામ છેતરામણીના પણ અઢળક કિસ્સાઓ સામે આવતા હોય છે. હાલ એક એવો જ કિસ્સો ખુબ જ ચર્ચામાં છે, જ્યાં એક યુવતીએ લગ્ન પહેલા જ પોતાના થવા વાળા પતિને 10 લાખનો ચૂનો લગાવી દીધો છે.

Image Source

લખનઉના પ્રાગ નારાયણ રોડ ઉપર રહેવા વાળા મનોજ અગ્રવાલે ગયા વર્ષે લગ્ન કરવા માટે મેટ્રિમોનિયલ સાઈટ ઉપર પ્રોફાઈલ બનાવી હતી. તેને જણાવ્યું હતું કે 15 ઓગસ્ટના રોજ પ્રિયંકા સિંહ નામથી તેને પહેલી રિકવેસ્ટ આવી હતી.

તે યુવતીએ જણાવ્યું હતું કે ઝારખંડની રાજધાની રાંચીની રહેવા વાળી છે અને થોડા સમય પહેલા એક દુર્ઘટનાની અંદર તેના માતા-પિતાનું મૃત્યુ થઇ ચૂક્યું છે. છોકરીએ તેની એમ પણ જણાવ્યું હતું કે તેને આયકર વિભાગની નોકરી છોડીને પ્રતિયોગી પ્રરીક્ષાની તૈયારી કરી રહી છે.

Image Source

મનોજ અગ્રવાલે જણાવ્યું કે પ્રોફાઈલ ચેક કર્યા બાદ તે સંબંધ માટે તૈયાર થઇ ગયો. ત્યારબાદ પ્રિયંકા, તેના માસી અને માસીનો દીકરો શિવમ તેને મળવા માટે લખનઉ આવ્યા હતા. બંને પરિવારો વચ્ચે વાતચીત થયા બાદ 10 ડિસેમ્બરના રોજ સગાઈ અને 16 ડિસેમ્બરમાં રોજ લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા.

લખનઉમાં મુલાકાત થયા બાદ પ્રિયંકા અને મનોજે એકબીજાને પોતાનો નંબર શેર કર્યો અને બંને વચ્ચે વૉટ્સએપ ઉપર પણ વાતો થવા લાગી. આ સાથે જ બંનેનું મળવાનું પણ શરૂ થઇ ગયું હતું.

Image Source

મનોજના જણાવ્યા પ્રમાણે પ્રિયંકાએ જણાવ્યું હતું કે તે યુપીએસસીની તૈયારી કરી રહી છે. પરંતુ માતા પિતાના મૃત્યુ બાદ તે આર્થિક તક્લીફોથી હેરાન થઇ રહી છે. એ જ બહાને યુવતીએ પૈસા માંગવાનું શરૂ કર્યું. પ્રિયંકાએ જણાવ્યું હતું કે તેના પિતાની ગામડાની અંદર જમીન અને શહેરની અંદર પ્લોટ છે. જે ઉત્તરાધિકારીનું પ્રમાણપત્ર બનવાની સાથે જ તેના નામ ઉપર ટ્રાન્સફર થઇ જશે.

મનોજના જણાવ્યા પ્રમાણે તેને ઘર બનાવવા માટે પૈસા ભેગા કર્યા હતા. પરંતુ પ્રિયંકાને થવા વાળી પત્ની સમજીને પૈસા આપતો રહ્યો. મનોજે 6 લાખ 60 હજાર રૂપિયા ખાતાની અંદર ટ્રાન્સફર કર્યા હતા અને 3 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા.

Image Source

મનોજના જણાવ્યા પ્રમાણે પૈસા લીધા બાદ પ્રિયંકાનો મોબાઈલ સ્વીચ ઓફ થઇ ગયો. આ ઉપરાંત પ્રિયંકાની માસી અને માસીનો દીકરાએ પણ પોતાના નંબર બંધ કરી દીધા. ત્યારબાદ તેમને લખનઉના હજ઼રતગંજ પોલીસ સ્ટેશનમાં પ્રિયંકા અને તેના સંબંધીઓ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો. હવે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.