ખબર

સૌથી મોટા સમાચાર: કેરળમાં માદા હાથીની હત્યાનો એક આરોપી પકડાયો, જાણો વિગત

કેરળનાં પલક્કડ જિલ્લામાં સગર્ભા હાથીની મોતનાં કારણે દેશભરમાં રોષ છવાઈ ગયો છે. દેશમાં આ હાથીની હત્યા મામલે દોષીને શોધી ફાંસીની સજાની માંગ કરવામાં આવી છે. આ વચ્ચે એક મહત્વના સમાચાર આવ્યા છે.

Image Source

કેરળનાં મુખ્યમંત્રી પિનરાય વિજયને આ બાબત પર ધ્યાન કેન્દ્રિત કર્યુ અને કહ્યું છે કે અમે ત્રણ શંકાસ્પદ લોકો પર નજર રાખીએ છે. આ વિશે સીએમ વિજ્યને ટ્વિટ કરીને કહ્યું છે કે, ત્રણ લોકોને શંકાસ્પદ ગણીને તપાસ શરૂ કરવામાં આવી રહી છે. પોલીસ અને વન વિભાગ મળીને આ મામલાની તપાસ કરી રહ્યા છે. અમે આરોપીઓને સજા કરવા માટે શક્ય તમામ પ્રયાસ કરીશું. સોશિયલ મીડિયામાં એ પણ વાત વહેતી થઇ છે કે 2 લોકોની ધરપકડ કરી લીધી છે.

Image Source

કેસની તપાસ કરતી વખતે વિશેષ તપાસ ટીમે મોટી સફળતા મેળવી છે. ટીમે અનેક શકમંદોની પૂછપરછ કરી છે. વન વિભાગે એમ પણ કહ્યું છે કે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કેરળનાં વન મંત્રી કે.રાજૂએ જણાવ્યુ છે કે, પલક્કડમાં ગર્ભવતી હાથીની મોતનાં મામલે એક આરોપીની ધરપકડ કરવામા આવી છે. જણાવી દઈએ કે, હાથીમાં મોત મળે દુનિયાભરમાં ન્યાયની માંગ ઉઠી છે. એક માહિતી અનુસાર, 24 કલાકમાં 927 લોકોએ પિટિશન દાખલ કરી છે. દોષિતોને સજા મામલે 13 લાખથી વધુ લોકોએ આ પિટિશનને સમર્થન આપ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.