14 સપ્ટેમ્બરે હાથરસની 19 વર્ષીય દલિત યુવતી સાથે સામુહિક બળાત્કાર ગુજારીને તેની કરોડરજ્જુ તોડી નાખવામાં આવી હતી અને જીભ પણ કાપી નાખવામાં આવી હતી. સામુહિક બળાત્કાર બાદ 15 દિવસ સુધી યુવતીએ જીવન અને મૃત્યુ વચ્ચેનો જંગ લડયો હતો. અંતે આ યુવતીએ 29 સપ્ટેમ્બરે દુનિયાને અલવિદા કહી દીધી હતી. આ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તપાસ કરવા માટે રાજ્ય પોલીસની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ (SIT)ની રચના કરવાની જાહેરાત કરી હતી.

આ વચ્ચે ઉત્તર પ્રદેશના એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો છે કે, હાથરસકાંડમાં 19 વર્ષીય દલિત યુવતી સાથે બળાત્કાર થયો ના હતો, દિલ્લીની હોસ્પિટલમાં જણાવ્યા અનુસાર, આ દલીત યુવતીનું મોત ગળામાં ઇજા થવાથી થયું હતું. આ સાથે જ તેને કહ્યું હતું કે, ફોરેન્સિક સાયન્સ રિપોર્ટમાં પણ જાહેર થયું છે કે, તેની સાથે બળાત્કાર થયો ના હતો. પીડિતાના પ્રાઇવેટ પાર્ટને નુકસાન થયું હતું. આ સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે, પીડિતાનું મોત હાડકું તૂટવાથી અને શરીરમાં ઇન્ફેકશનના લીધે થયું છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ પીડિતાના વિસેરાને પ્રિઝર્વ કરવામાં આવ્યું હતું જેથી મૃત્યુનું કારણ શોધી શકાય. આ બાદ સાબિત થયું કે મોત હાર્ટ એટેકને કારણે થયું હતું.

તો બીજી તરફ ગેંગરેપ મામલે પીડિતાના પરિવારે દાવો કર્યો છે. પરિવારનું કહેવું છે કે, જિલ્લાના કલેકટર નિવેદન બદલાવવા માટે દબાણ કરી રહ્યા છે. મીડિયામાં ચાલી રહેલી ખબરો અનુસાર, કલેકટરનું કહેવું છે કે, મીડિયા તો ચાલ્યું જશે અમે અહીં રહીશું.

આ સાથે જ કહ્યું હતું કે, નિવેદન બદલવું છે કે નહીં તે તમારી ઈચ્છા છે. આ ખબરને લઈને કલેકટરએ કહ્યું હતું કે, આ અફવાહ છે. હું પીડિતાના પરિવારના 6 લોકો સાથે મુલાકાત કરી હતી. નિવેદન બદલવાના દબાણની અફવાહ છે સાચો મુદ્દો તો દોષીઓને સજા આપવાનો છે.