ખબર

જે સ્પા સેંટરમાં દરોડો પાડી પોલિસે છોકરીઓને પકડી હતી તેમાંથી 4 છોકરીઓ તે જેન્ડર ચેન્જ કરાવી પુરુષથી બની હતી મહિલા

મધ્યપ્રદેશના ઇન્દોરમાં બે દિવસ પહેલા પોલિસે સ્પા સેન્ટરની આડમાં ચાલી રહેલા દેહ વેપારનો પર્દાફાશ કર્યો હતો, જેમમાં કેટલીક વિદેશી છોકરીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલાની ગંભીરતા ધ્યાને લઇને તપાસ કર્યા બાદ ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલિસ અનુસાર એટમ સ્પા સેન્ટરથી 10 છોકરીઓ અને 8 છોકરાઓ એમ 18ની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 7 છોકરીઓ થાઇલેન્ડની હતી પરંતુ તેમાંથી 4 છોકરીઓએ પોતાનુ જેન્ડર ચેન્જ કરાવીને રાખ્યુ હતુ અને પાસપોર્ટમાં તેમનુ જેન્ડર મેલ મળ્યુ હતુ. અન્ય ત્રણ પાસપોર્ટની જાણકારી મેળવવામાં આવી રહી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો સંચાલિત કરવાની સૂચના ઇન્દોર ક્રાઇમ બ્રાંચને મળી હતી. આ પર મહિલા પોલિસ અને ક્રાઇમ બ્રાંચે સંયુક્ત કાર્યવાહી કરતા ઘટનાસ્થળેથી 18 લોકોની ધરપકડ કરી હતી. જેમાં 10 છોકરીઓ અને 8 છોકરાઓ હતા. સ્પા સેંટર સંચાલક સંજયે પોલિસને જણાવ્યુ કે તેણે એટમ સ્પાની ફ્રેન્ચાઇઝી લીધેલી છે. આ પહેલા તેણે પોતાને સ્પાનો મેનેજર જણાવ્યો હતો. મહિલા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જના જણાવ્યા અનુસાર થાઈલેન્ડથી 7 યુવતીઓ આવી હતી જેમાંથી માત્ર 4 પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા છે. ચારેય પાસપોર્ટમાં આ યુવતીઓનું જેન્ડર મેલ લખેલું છે અને યુવતીઓ સ્પા સેન્ટરમાં લિંગ બદલીને આવું વર્ક કરતી હતી. હાલ પોલીસ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને સંજયના પોલીસ રિમાન્ડની માંગણી કરશે અને તેની કડક પૂછપરછ કરશે.

તમને જણાવી દઈએ કે, બે મહિના પહેલા બાંગ્લાદેશથી છોકરીઓને દેહ વેપાર માટે અહીં લાવનાર દલાલની ઈન્દોરના વિજયનગર પોલીસ સ્ટેશનની પોલીસે ધરપકડ કરી હતી. બે યુવતીઓ અને 4 લોકો પણ ઝડપાયા હતા. દલાલે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે બાંગ્લાદેશથી છોકરીઓને ઈન્દોર લાવતો હતો અને અન્ય વિસ્તારોમાં સપ્લાય કરતો હતો. આ પહેલા પણ ઈન્દોરના ઘણા વિસ્તારોમાંથી આવા ધંધાઓનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસ કડકાઈથી કામ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આવા કોઈપણ કેસમાં પકડાયેલા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

સ્પા સેન્ટરમાંથી પકડાયેલા ગ્રાહકોમાં ભાજપ યુવા મોરચાના સભ્યો હોવાનું મીડિયા રીપોર્ટ્સ અનુસાર કહેવાય છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ત્રણેય ખંડવાના ખાલવા મંડળના ભાજપ યુવા મોરચા સાથે સંકળાયેલા છે. ત્રણેય સ્પા સેન્ટરમાં મસાજ માટે ગયા હતા ત્યારે પોલીસે દરોડો પાડતાં તેઓ ઝડપાઈ ગયા હતા. સ્પા સેન્ટરના સંચાલકનું કહેવું છે કે તેણે તેની ફ્રેન્ચાઇઝી લીધી હતી. લગભગ દસ મહિના પહેલા સ્પા સેન્ટર પર પણ દરોડો પાડવામાં આવ્યો હતો અને સંજય પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પછી તે અહીં મેનેજર તરીકે નોકરી કરતો હતો. ધરપકડ કરાયેલા 18માંથી 17 આરોપીઓને શનિવારે જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.