ખબર

આ પોશ વિસ્તારમાં થયો વિદેશી છોકરીઓની સર્વિસનો ભાંડાફોડ, રુડી રૂપાળી યુવતીઓને લાવીને બીભત્સ ધંધો ચાલી રહ્યો હતો ત્યાં જ પોલીસે આવીને ખેલ પાડ્યો

હાઈફાઈ પૉશ વિસ્તારમાં થયો વિદેશી છોકરીઓ સાથે સુખ માણવાનો પર્દાફાશ, રુડી રૂપાળી યુવતીઓ જીસ્મનો સોદો કરતા ઝડપાઇ, જુઓ તસવીરો

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી અવાર નવાર સંબંધના રેકેટનો પર્દાફાશ પોલિસ કરતી હોય છે. આવા કિસ્સાઓમાં ઘણીવાર વિદેશી છોકરીઓને નોકરી અપાવવાના બહાને ભારતમાં લાવવામાં આવે છે અને પછી તેમની પાસે સુખનો ધંધો કરાવવામાં આવે છે. ત્યારે હાલમાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે માલવિયા નગરના રહેણાંક વિસ્તારમાં ચાલતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને આ સાથે 10 યુવતીઓ પણ મળી આવી છે. ધરપકડ કરાયેલા પાંચમાંથી 3 આરોપી વિદેશના છે, જ્યારે તમામ યુવતીઓ ઉઝબેકિસ્તાનની રહેવાસી છે.

આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ રેકેટ વિશે માહિતી એકઠી કરી હતી, પરંતુ આ ગેંગના લોકો એટલા હોશિયાર હતા કે તેઓ કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતા ન હતા અને સામાન્ય રેકેટની જેમ તેમનું કોઈ વોટ્સએપ ગ્રુપ પણ નહોતું. આ પછી, કોઈક રીતે પોલીસે આ ટોળકી સાથે વાત કરી અને પછી એક પોલીસકર્મીને ગ્રાહક તરીકે મોકલ્યો. તે બાદ જ્યારે તેણે અંદર જઇ ટીમને બહારનો ઈશારો કર્યો, ત્યારે ટીમે દરોડો પાડી 5 આરોપીઓની ધરપકડ કરી. આ સિવાય પોલીસને ત્યાંથી 10 વિદેશી યુવતીઓ પણ મળી આવી હતી. તમામ યુવતીઓ ઉઝબેકિસ્તાનની રહેવાસી હતી.

પોલીસે જે પાંચ લોકોની ધરપકડ કરી છે તેમાંથી શેર અલી ઉઝબેકિસ્તાનનો રહેવાસી છે. તેનું કામ છોકરીઓને નોકરીના બહાને ફસાવીને ભારત મોકલવાનું હતું. જ્યારે છોકરીઓ એક વખત ભારત આવતી ત્યારે તેઓ અજીઝા અને અહેમદને અહીં મળતા. આ બંને છોકરીઓને આવા ગંદા ધંધામાં ધકેલી દેતા હતા. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ તુર્કમેનિસ્તાનના દંપતી મેરેદોબ અહેમદ, તેની પત્ની જુમાયેવા અઝીઝા, ઉઝબેકિસ્તાનના રહેવાસી અલી શેર અને મોહમ્મદ અરૂપ રહેવાસી માલવિયા નગર દિલ્હી અને દરભંગાના રહેવાસી ચંદે સહાની તરીકે થઈ છે.

ક્રાઈમ બ્રાંચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે જણાવ્યું કે તેમની ટીમને માહિતી મળી હતી કે માલવિયા નગરના પંચશીલ વિહારમાં રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. કેટલીક વિદેશી યુવતીઓને અહીં ધંધો કરવા મજબૂર કરવામાં આવે છે. માહિતી મળતાં જ એસીપી અને અન્ય પોલીસ અધિકારીઓની ટીમ તપાસ માટે કામે લાગી ગઈ હતી. માહિતી એકઠી કર્યા બાદ ચોથા માળના મકાનમાં નકલી ગ્રાહક તરીકે મોકલવામાં આવ્યો હતો. ત્યાં પહોંચીને તેમને બે એજન્ટો મોહમ્મદ અરૂપ અને ચંદે સહાની ઉર્ફે રાજુ મળ્યા. આ શખ્સોએ બંને નકલી ગ્રાહકો સામે 10 વિદેશી યુવતીઓને રજૂ કરી હતી.

ડીલ ફાઇનલ થયા બાદ ગ્રાહકે ટીમને ત્યાં બોલાવી હતી. આ પછી તરત જ ટીમે સ્થળ પર દરોડો પાડીને તમામ 10 વિદેશી યુવતીઓને આરોપીઓની ચંગુલમાંથી મુક્ત કરાવી હતી. તપાસ દરમિયાન વિદેશી યુવતીઓમાંથી એક પણ તેનો પાસપોર્ટ અને માન્ય વિઝા બતાવી શકી નથી.આ આખું રેકેટ તુર્કમેન દંપતી મેરેડોબ અહેમદ અને તેની પત્ની જુમાયેવા ચલાવતા હતા. તેનો ત્રીજો પાર્ટનર અલી શેર, જે ઉઝબેકિસ્તાનનો નાગરિક છે, નોકરીના વચન પર તેના દેશમાંથી છોકરીઓને ભારત લાવે છે. તેમના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજો અહીં રાખીને તેઓને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરવામાં આવે છે.