ભારતીય યુવકને જોતાની સાથે જ પ્રેમમાં પડી ગઈ બ્રાઝીલની આ રૂપસુંદરી, વાયરલ થઇ રહી છે તેમની પ્રેમ કહાની, જુઓ વીડિયો

બ્રાઝીલની મોડલને થઇ ગયો ભારતીય યુવક સાથે પ્રેમ, રેસ્ટોરન્ટમાં જોતાંની સાથે જ કહ્યું, “આવો છોકરો મેં ક્યારેય નથી જોયો…” બંનેનો વીડિયો થયો વાયરલ.. જુઓ

પ્રેમ કોઈ જાતિ ધર્મ કે સમાજના બંધનોનો મોહતાજ નથી હોતો, પ્રેમના ફૂલો તો ઉજ્જડ રણમાં પણ ખીલી નીકળતા હોય છે. ઇન્ટરનેટ પર આવી ઘણી લવ સ્ટોરીઓ તમે જોઈ હશે જેમાં આ બધા બંધનોને તોડીને પ્રેમીઓ એકબીજા સાથે ભવો ભવના બંધનમાં બંધાઈ જતા હોય છે. ત્યારે હાલ એવી જ એક કહાની વાયરલ થઇ રહી છે. (Image Credit:Instagram/Mariani Iori)

એક બ્રાઝિલિયન છોકરી અને એક ભારતીય છોકરો ચીનમાં મળ્યા, બંને પ્રેમમાં પડ્યા, પરંતુ પછી દંપતી પોતપોતાના દેશોમાં પાછા ફર્યા. આ પછી બંનેએ અલગ-અલગ ટાઈમઝોનમાં રહીને લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ શરૂ કરી. હવે આ કપલે સાથે રહેવાનું શરૂ કર્યું છે અને તેમની લવ સ્ટોરી શેર કરી છે. કપલનું કહેવું છે કે યોગ્ય સમય આવશે ત્યારે તેઓ લગ્ન કરશે. હાલમાં બંનેનું ફોકસ કરિયર પર છે. આ કપલે થોડા દિવસો પહેલા જ પોતાની ફર્સ્ટ એનિવર્સરી સેલિબ્રેટ કરી છે.

સાહિલ ભારતનો છે અને તેની ગર્લફ્રેન્ડ મારિયા બ્રાઝિલની છે. સાહિલે જણાવ્યું કે મારિયા અને તે વ્યવસાયે મોડલ છે. પોતાની પહેલી મુલાકાત પર સાહિલે કહ્યું કે તે મોડલિંગના સંબંધમાં ચીન ગયો હતો, મારિયા પણ ચીનમાં જ હતી. સાંજે તે એક રેસ્ટોરન્ટમાં ગયો, જ્યાં તેણે પ્રથમ વખત મારિયાને જોઈ. સાહિલે કહ્યું કે તે 17 ઓક્ટોબર 2021નો દિવસ હતો.

સાહિલ હસ્યો અને કહ્યું “મારિયા મને જોઈને પાગલ થઈ ગઈ હતી, તેણે મારા જેવો છોકરો ક્યારેય જોયો નહોતો.” રેસ્ટોરન્ટમાં આ મીટિંગ પછી જ અમારી વાતચીત શરૂ થઈ. સાહિલે કહ્યું કે 26 ઓક્ટોબરે મારો જન્મદિવસ હતો. અમે બંને આ દિવસે મળ્યા, ત્યારબાદ અમે બંને એકબીજાની નજીક આવ્યા.

ચીનમાં મુલાકાત પછી અમે બંને પોતપોતાના દેશોમાં આવ્યા. સાહિલે કબૂલ્યું હતું કે લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહેતા સમયે ઘણી તકલીફો પડી હતી. બ્રાઝિલમાં જ્યારે દિવસ હતો ત્યારે ભારતમાં રાત હતી. એકવાર માટે, તેઓએ એકબીજાને છોડવાનું પણ વિચાર્યું. સાહિલે કહ્યું કે મારિયાએ નક્કી કર્યું છે કે તે ભારત આવશે.

મારિયા 15 મે 2022ના રોજ ભારત આવી હતી અને પાંચ દિવસ પછી 20 મે 2022ના રોજ પાછી ગઈ હતી. મારિયાએ કહ્યું કે ભારત વિશે તેને ઘણી ગેરસમજ છે. પણ અહીં આવ્યા પછી બધી મૂંઝવણો દૂર થઈ ગઈ. થોડા સમય પછી સાહિલે મારિયાને કહ્યું કે તે તેને તેના માતા-પિતા સાથે પરિચય કરાવવા માંગે છે. આ પછી મારિયા ફરીથી દિલ્હી આવી અને સાહિલના માતા-પિતાને મળી.

સાહિલના પરિવારના સભ્યો પણ મારિયાને જોઈને ખૂબ જ ખુશ હતા. સાહિલે કહ્યું કે તેણે મારિયાને સૌથી પહેલા તેની દાદી સાથે પરિચય કરાવ્યો હતો. સાહિલે કહ્યું કે મારિયાને જોઈને તેના પરિવારના સભ્યોએ તેની સુંદરતાના વખાણ કર્યા. સાહિલે કહ્યું કે તે મારિયા સાથે લિવ ઇન રિલેશનશિપમાં છે. યોગ્ય સમય આવવા પર તેઓ એકબીજા સાથે લગ્ન પણ કરશે. સાહિલે કહ્યું કે તે તેના પરિવારમાં પ્રથમ વ્યક્તિ હશે જેને ગર્લફ્રેન્ડ હશે. સાહિલે કહ્યું કે મારિયા સાથે લિવ ઇન રિલેશનશિપ માટે તેણે પરિવારને ઘણું સમજાવવું પડ્યું.

Niraj Patel