ઘણીવાર દેશમાંથી ગંદા કામના રેકેટનો પર્દાફાશ પોલિસ કરતી હોય છે. સ્પાના નામ પર દેહ વેપાર ચલાવવામાં આવતો હોય છે અને અહીં રૂપલલનાઓ દ્વારા ગ્રાહકોને ફસાવવામાં આવતા હોય છે. હાલમાં જ સ્પા સેંટરની આડમાં દેહ વેપારના ધંધાને અંજામ આપવામાં આવી રહ્યો હતો. પોલિસે જણાવ્યુ કે બધા આપત્તિજનક સ્થિતિમાં મળી આવ્યા હતા. પોલિસ હવે દેહ વેપારના ધંધા સાથે જોડાયેલ બધા પહેલુઓની ગહનતા સાથે તપાસ કરી રહી છે. જણાવી દઇએ કે, ફેમીલી સલૂન સ્પા સ્કિન ક્લીનકના નામ પર ચાલી રહેલા અનૈતિક દેહ વેપાર પર પોલિસે શિકંજો કસ્યો અને મોટી કાર્યવાહીને અંજામ આપ્યો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)
આ કાર્યવાહી દરમિયાન પોલિસે 10 છોકરીઓ અને 8 છોકરાઓની ધરપકડ કરી છે. આમાંથી કેટલીક વિદેશી છોકરીઓ પણ સામેલ છે. એમપીની આર્થિક રાજધાની ઈન્દોરમાં ગુરુવારે મહિલા પોલીસ સ્ટેશને ક્રાઈમ બ્રાન્ચ સાથે સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને સ્પા સેન્ટરમાંથી રેકેટ પકડ્યું હતું. અહીં વિદેશી યુવતીઓ સાથે અનેક યુવકોની વાંધાજનક હાલતમાં ધરપકડ કરવામાં આવી છે. ઈન્દોર વિજય મહિલા થાના પોલીસની ટીમે એક હાઈપ્રોફાઈલ રેકેટ પકડ્યું છે. જે ઈન્દોરના વિજય નગર વિસ્તારમાં શગુન આર્કેડમાં મસાજ પાર્લરના નામે ચલાવવામાં આવી રહ્યું હતું.
જણાવવામાં આવી રહ્યું છે કે સ્પા સેન્ટરમાંથી અનેક વિદેશી છોકરીઓ અને છોકરાઓ ઝડપાયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફેમિલી સેલોન સ્પા સ્કિન ક્લિનિકના નામે ચાલી રહેલા અનૈતિક દેહવ્યાપાર પર પોલીસે કડક કાર્યવાહી કરી છે. સ્થાનિક પોલીસ દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યુ. તમને જણાવી દઇએ કે, કહેવામાં આવી રહ્યુ છે કે થોડા મહિના પહેલા પણ પોલીસે આ સ્પા સેન્ટર પર દરોડા પાડીને ઘણી વિદેશી યુવતીઓની ધરપકડ કરી હતી.આ કાર્યવાહી દરમિયાન 10 યુવતીઓ અને 8 યુવકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વિદેશી યુવતીઓનો પણ સમાવેશ થાય છે. મહિલા સ્ટેશન ઈન્ચાર્જના જણાવ્યા અનુસાર, કાર્યવાહી દરમિયાન ધરપકડ કરાયેલા યુવકોની પૂછપરછ ચાલી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચે મહિલા પોલીસ સાથે મળીને સ્પા પાર્લરમાં દરોડો પાડ્યો ત્યારે કેબિનમાં એક યુવતી શંકાસ્પદ હાલતમાં હાજર હતી. તમામ કેબિનમાં વિદેશી યુવતીઓ હતી. પોલીસને જોઈને યુવતીઓ રડવા લાગી. એક વર્ષ પહેલા ક્રાઈમ બ્રાન્ચે આ ઈમારત પર દરોડો પાડ્યો હતો. ત્યારે પણ અહીંથી વિદેશી યુવતીઓ પકડાઈ હતી. પાર્લરમાં કાઉન્ટર પર છોકરીઓને પસંદ કરવાનો વિકલ્પ હતો. પાર્લરમાં વિદેશી યુવતીઓની વધુ માંગ હતી. અહીં પ્રભાવશાળી લોકો આવતા-જતા હતા. સ્થળ પરથી જપ્ત કરાયેલા રજીસ્ટર અને સીસીટીવીમાં અનેક પ્રભાવશાળી લોકોની હિલચાલની વિગતો પણ મળી છે.
પોલીસ હાલ આ તમામની ઝીણવટભરી તપાસ કરી રહી છે. જો કે એક જ વર્ષમાં બે વખત એક જ સ્થળે ક્રાઈમ બ્રાન્ચના દરોડા પડયા હોવા છતાં સ્થાનિક પોલીસનું મૌન અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. કારણ કે વિજય નગર પોલીસ સ્ટેશનથી થોડે દૂર તે દેહવ્યાપારનું હબ હતું. તેમ છતાં પોલીસને આ વાતનો ખ્યાલ કેમ ન આવ્યો ? નવાઈની વાત તો એ છે કે પોલીસે કાર્યવાહી કરી ત્યારે આ જ મેનેજર પહેલીવાર ઝડપાયો હતો. તે ગ્રાહકોને ફોન પર આકર્ષક ઓફર આપીને અહીં બોલાવતો હતો.