કોઈ ભક્ત માટે સૌથી મહત્વની વસ્તુ તેના ભગવાનનું નામ છે. તેની સવાર તેમના ભગવાનના નામથી થાય અને તેની રાત પણ ભગવાનના ધ્યાન સાથે જ થાય છે. ભગવાનના પ્રિય ભક્ત ઊંઘમાં પણ ભગવાનને જ યાદ કરતા રહે છે. તે દુ:ખ અને મુશ્કેલીમાં જ નહીં પરંતુ ખુશીના પ્રસંગે પણ ભગવાનનું નામ લેવાનું ચાલુ રાખે છે.

સંપૂર્ણ નિષ્ઠા સાથે, જો કોઈ ભક્ત જીવનભર ભગવાનની ભક્તિ કરે છે, અને જો ભગવાન સ્વયં તેને દર્શન આપે તો તેમના માટે તેમનો જન્મ સફળ થઇ જાય છે. જો તમે પણ ભગવાનના સાચા ભક્તો છો અને ઈચ્છો છો કે ભગવાન તમને દર્શન આપે તો એના માટે આજે અમે તમને એક ઉપાય જણાવીશું, જે ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત હનુમાન અંકમાં જણાવવામાં આવ્યો છે. આ ઉપાય દ્વારા ભગવાન હકીકતમાં તો નહિ પણ તમારા સપનામાં આવીને દર્શન જરૂર આપશે, અને આ શક્ય બનશે.

તંત્ર શાસ્ત્ર મુજબ, જો કોઈ ભક્ત આ વિદ્યા હેઠળ જણાવેલ વિધિઓ યોગ્ય રીતે કરશે અને તેની ભક્તિમાં પણ પૂરતી શક્તિ હશે, તો હનુમાનજી સપનામાં આવીને તેની મનોકામના પૂર્ણ થવાના આશીર્વાદ આપે છે. આ અનુષ્ઠાન 81 દિવસનું છે, જેને મંગળવારથી કે હનુમાન જયંતીના દિવસથી શરુ કરવામાંઆવે તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

તો તમને જણાવીએ તંત્ર શાસ્ત્રનો એવો ઉપાય કે જેના દ્વારા હનુમાનજી તમને સપનમાં આવીને દર્શન આપશે. આ ઉપાય તમે કોઈપણ મંગળવારે શરૂ કરી શકો છો. મંગળવારનો દિવસ ભગવાન હનુમાનનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીના ભક્તો સંપૂર્ણ શ્રદ્ધા સાથે તેમની પૂજા-અર્ચના કરે છે. મંગળવાર સિવાય તમે આ ઉપાય હનુમાન જયંતી પર પણ કરી શકો છો. આ દિવસને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ રીતે કરો આ ઉપાય –

મંગળવારના દિવસથી શરુ કરો આ ઉપાય –
હનુમાન જયંતિ કે મહિનાના કોઈપણ મંગળવારે સવારે ઉઠીને રોજિંદા કામમાંથી પરવારીને સાફ વસ્ત્ર ધારણ કરો. હવે એક મોટો પાણી લઈને હનુમાનજીના મંદિરે જાઓ અને તે જળથી હનુમાનની મૂર્તિને સ્નાન કરાવો. મંગળવારે આ કાર્ય કર્યા પછી, બીજા દિવસથી દરરોજ આ ઉપાય મુજબ, પ્રથમ દિવસે, તમારે એક દાણો આખો અડદ લઈને હનુમાનની મૂર્તિના માથા પર મૂકીને અગિયાર વાર પરિક્રમા કરો. આ પરિક્રમા દરમ્યાન પોતાના મનમાં એ મનોકામનાનું ધ્યાન કરો જેની તમે હનુમાનજી પાસેથી પૂર્ણ થવાની કામના કરો છો. પરિક્રમા પૂર્ણ થવા પર હનુમાનજીની મૂર્તિની સામે પોતાની મનોકામના બોલો, પછી એ અડદનો દાણો લઈને ઘરે આવી જાઓ અને એને અલગ રાખો દો.

હવે બીજા દિવસે પણ આ જ કાર્યનું પુનરાવર્તન કરવાનું છે, પરંતુ અડદના દાણા દિવસન પ્રમાણે એક-એક કરીને વધારતા રહેવાના છે. ઉદાહરણ તરીકે, જો પ્રથમ દિવસે એક દાણાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તો બીજા દિવસે બે દાણા હોવા જોઈએ. તેવી જ રીતે, 41મા દિવસે, અડદના 41 દાણાનો પ્રયોગ કરીને પરિક્રમા કરો અને મનોકામના કહો. હવે 41મા દિવસ પછી એક-એક કરીને દાણા ઘટાડો, એટલે જો 41મા દિવસે 41 દાણા હતા, તો તે 42મા દિવસે 40 દાણા હોવા જોઈએ. એ જ રીતે 43મા દિવસે 39 અનાજ હોવા જોઈએ. આ અકર્તા કરતા 81મા દિવસે અડદનો એક જ દાણો હોવો જોઈએ.

તંત્ર શાસ્ત્ર મુજબ, જો આ બધા 81 દિવસોમાં, ભક્ત સંપૂર્ણ ભક્તિથી હનુમાનજીની પરિક્રમા કરતા હોય, તો ઉપાયના 81મા દિવસે રાત્રે, હનુમાનજી ચોક્કસ સપનામાં દર્શન આપે છે. આ ઉપાયમાં ભેગા કરેલા અડદના દાણાને ઉપાય પૂર્ણ થયા બાદ વહેતા પાણીમાં પધરાવી દેવા જોઈએ. આ ઉપાય દ્વારા હનુમાનજી અવશ્ય ભક્તની ઈચ્છા પૂર્ણ કરે છે.

આ ઉપાય કરતી વખતે કેટલીક સાવધાની પણ રાખવી પડે છે.આ ઉપાય કરતી વખતે બ્રહ્મચર્યનું પાલન કરવું ફરજિયાત છે. ઉપરાંત, નખ કાપવા, વાળ અથવા દાઢી કાપવા જેવા નાના નાના કામો પણ પ્રતિબંધિત છે. આ ઉપાય દરમિયાન આલ્કોહોલ અને માંસનું સેવન કરવા પર પણ ન કરી શકો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.