હેલ્થ

રસોડાની 2 રૂપિયાની આ વસ્તુનો ઉપયોગ કરીને વાળને બનાવી શકો છો લાંબા, કાળા અને ઘટાદાર– આજે જ અજમાવી જુઓ

આજની રોજિંદી જિંદગીમાં લોકો દોડભાડ કરતા હોય છે. આ દોડભાડ વાળી જિંદગીમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેની અસર સીધી આપણા મગજ પર થતી હોય છે. જેના કારણે આજે નાની ઉંમરમાં લોકોને સફેદ વાળ આવવા લાગે છે. આજે દરેક મહિલાઓની ઈચ્છા હોય છે કે તેને કાળા, લાંબા અને સુંદર ઘટાદાર વાળ હોય. મહિલાઓ તેના વાળ પાછળ હજારો રૂપિયાની હેર ટ્રીટમેન્ટ કરાવતી હોય છે. વાળ માટે મોંઘાદાટ શેમ્પુ, હેર ઓઇલ, હેર માસ્ક, જેલ જેવા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે છતાં પણ પરિણામ શૂન્ય જ હોય છે. તો બીજી તરફ વાળની સરભરા કરવામાં પુરુષો પણ બાકાત નથી રહેતા.

Image Source

ઘણીવાર હજારો રૂપિયા ખર્ચવા છતાં વાળમાં અસર તો નથી થતી પરંતુ તેને બદલે વાળ ખરવા લાગી રુક્ષ થઇ જાય છે. ચામડી ઉતરી જાય છે. આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવીશું કે સસ્તામાં કોઈ જ આડઅસર વગર બધી જ તકલીફ દૂર થઇ જાય છે.

શું તમને ખબર છે કે, એક સમયમાં જયારે કોઈ હેરપેક કે કોઈ ટ્રીટમેન્ટની શોધ થઇ ના હતી ત્યારે એ લોકો ફટકડીનો ઉપયોગ કરતા હતા. આજે અમે તમને જણાવીશું કે, ઘરગથ્થુ ઉપચારથી ફટકડીનું ઓઇલ બનાવીને પણ વાળને કાળા લાંબા અને મજબૂત કરી શકાય છે. આયુર્વેદિકમાં પણ ફટકડીના ઘણા ફાયદા બતાવવામાં આવ્યા છે. ફટકડીમાં મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે.

Image Source

ફટકડીનું ઓઇલ બનાવવા માટે 2 ચમચી ફટકડીનો પાવડર, 4 ચમચી એલોવેરા જેલ, 2 કપ એરંડિયું અને આદુના મોટા ટુકડાને પીસીને કાઢેલો રસ. આ બધી જ સામગ્રીને એક બાઉલમાં લઇ લો. બાઉલમાં ઉમેર્યા બાદ બરાબર હલાવીને મિક્સકરી એરટાઈટ બોટલમાં ગરણીથી ગાળી લો. આ હેરપેકને અઠવાડીયામાં 2 વાર લગાવો. આ પેકને લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવાની કે, તેને પાંથીએ પાંથી લગાવવું. પાંથીએ પાંથીએ લગાવવાથી વાળ મજબૂત અને ચમકીલા થશે અને ખરવાની સમસ્યા પણ દૂર થશે. આ હેરપેકને ક્યારે પણ સૂર્ય પ્રકાશમાં ના રાખવું. નહીં તો તેના તત્વો બગડી જશે.

Image Source

આ સિવાય વાળને કાળા કરવા માટે ફટકડીના નાના ટુકડાને પીસીને તેમાં એક ચમચી ગુલાબજળ ઉમેરો. આ પેકને પાંચ મિનિટ સુધી વાળમાં મસાજ કરો. આ મસાજ કર્યા બાદ 1 કલાક સુધી રાખ્યા બાદ વાળને ધોઈ નાખો. આ ઉપાય સપ્તાહમાં 3થી 4 વાર કરવાથી સફેદ વાળની સમસ્યા ધીમે-ધીમે પુરી થઇ જશે.

Image Source

હૂંફાળા પાણીમાં કંડીશનર અને ફટકડીને સમાન માત્રામાં લઈને વાળ પર લગાવો. 15થી 20 મિનિટ બાદ ઠંડા પાણીથી ધોઈ લો. આ પ્રયોગ સપ્તાહમાં 2થી ૩ વાર કરવાથી સફેદ વાળની સમસ્યાને તમે બાય…બાય કહી શકો છો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.