મેચ થઇ ગઈ ડ્રો તો આ ખેલાડીએ તેની પ્રેમિકાને મેદાનમાં જ બોલાવીને કંઈક આ અંદાજમાં કર્યું પ્રપોઝ કે ચાહકોએ વરસાવ્યો પ્રેમ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે જેને પ્રેમ કરે છે તેને એક ખાસ અંદાજની અંદર પ્રપોઝ કરે,રમતના મેદાનમાં પણ આપણે ઘણા લોકોને પોતાના પાર્ટનરને પ્રપોઝ કરતા જોયા છે. થોડા સમય પહેલા જ ઓસ્ટ્રિલિયામાં ભારત અને ઓસ્ટ્ર્રેલીયાની મેચ દરમિયાન એક ભારતીય પ્રેક્ષક દ્વારા ઓસ્ટ્રેલિયન પ્રેક્ષક યુવતીને પ્રપોઝ કરવામાં આવ્યું હતું, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થયા હતા. હાલ એવી જ એક ઘટના બની છે, પરંતુ આ વખતે કોઈ પ્રેક્ષક નહીં પરંતુ એક ખેલાડીએ જ તેની પ્રેમિકાને પ્રપોઝ કર્યું છે.

અમેરિકી ફૂટબોલર હસ્સની ડોટસન સ્ટીફેનશને પોતાની પ્રેમિકા પેટ્રા વુકોવિચને મેદાન ઉપર પ્રપોઝ કરીને બધાને હેરાન કરી દીધા છે. તેને આ વીડિયો ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે, જે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

હસ્સની દ્વારા પ્રપોઝ કર્યા બાદ પેટ્રોએ એક પોસ્ટ પણ શેર કરી છે અને અને પોતાના દિલની વાત પણ જણાવી છે. તેની પોસ્ટને પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે હસ્સનીએ રવિવારના રોજ મેજર લીગ સોકરમાં સેન જોસ અર્થકેવેક્સ  મેચ બાદ તેની પ્રેમિકાને પ્રપોઝ કર્યું હતું.  તેની આ મેચ 2-2 થી ડ્રો રહી હતી. જેના બાદ હસ્સનીએ તેની પ્રેમિકાને પ્રપોઝ કર્યું હતું.

હસ્સનીએ એક ઘૂંટણ ઉપર બેસીને પોતાની પ્રેમિકા તરફ વીંટી આગળ વધારી હતી. પેટ્રો પણ આ પળને જોતા જ આશ્ચર્યમાં પડી ગઈ હતી અને પોતાના મોઢા ઉપર હાથ રાખી દીધો હતો. અને તેની કખુશીનું પણ ઠેકાણું ના રહ્યું.

પેટ્રોએ તરત હા કહીને માથું હલાવી દીધું. સાથે જ ચાહકો પણ ઝૂમી ઉઠ્યા. જેના બાદ બંને ગળે મળ્યા અને એકબીજાને કિસ કરી હતી. આ પળની તેમની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

Niraj Patel