જ્યોતિષ શાસ્ત્ર

પગના અંગૂઠા પરથી જાણો તમારા પાર્ટનરના 5 મોટા રાઝ…..

સામુદ્રિક શાસ્ત્ર બધી પ્રાચીન વિદ્યા માંથી એક છે. જેમ વ્યક્તિના હાથનો અધ્યયન કરીને વ્યક્તિનો સ્વભાવ અને તેની પર્સનાલિટી વિશે જાણી શકાય છે તેવી જ રીતે વ્યક્તિના પગના અંગુઠા નુ અધ્યયન કરી વ્યક્તિ વિશે જાણી શકાય છે.

આજે આપણે વ્યક્તિના પગનો અંગુઠો કઈ વસ્તુ નો ઈશારો કરે છે તે જોઈશું….

1)પગનો અંગૂઠો અને તેની પાસે વાળી આંગળી બરાબર( સરખી) હોય. સમુદ્ર શાસ્ત્ર અનુસાર વ્યક્તિના પગનો અંગૂઠો અને તેની પાસે વાળી આંગળી બરાબર હોય. તો તેવો વ્યક્તિ જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખૂબ જ પૈસાવાળા હોય છે. આવા લોકો જોડે લગ્ન પછી સુખી વૈવાહિક જીવનની પ્રાપ્તિ થાય છે સાથે સાથે સારો પાર્ટનર અને સારું પરિવાર પણ મળે છે.

2) અંગૂઠા પાસેની બંને આંગળીઓ બરાબર હોય.
સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે લોકો ના પગના અંગૂઠા ની સાથે ની બે આંગળીઓ બરાબર હોય. સાથે બીજી આંગળીઓ નાની હોય. તુ તેઓ કહેવામાં આવે છે કે આ વ્યક્તિ પોતાની મહેનત દ્વારા સમાજમાં નામ કમાવે છે. આ લોકો સમજી-વિચારીને કાર્ય કરે છે. તેમની પાસે ખૂબ જ તેજ બુદ્ધિ હોય છે જેના કારણે પોતાના જ્ઞાનથી દુનિયામાં ખ્યાતિ પ્રાપ્ત કરે છે. અને પોતાની મહેનતથી સારી સફળતા પ્રાપ્ત કરે છે.3) અંગૂઠાની બાજુવાળી આંગળી અંગૂઠા કરતાં મોટી હોય.
સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે લોકોની અંગૂઠાની બાજુની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તેવું કહેવામાં આવે છે કે આ લોકો પ્રત્યેક કાર્ય સમજદારી સાથે કરે છે. આ લોકો મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહે છે. સમાજના દરેક કાર્યમાં આગળ પડીને ભાગ લે છે. સ્વભાવથી થોડા ભાવનાત્મક અને બીજા પ્રત્યે દયાભાવ રાખવા વાળા હોય છે. આ લોકો પોતાની મહેનત અને બુદ્ધિના બળ પર નામ કમાવે છે. ખાલી બેસવુ આ લોકોને બિલકુલ પસંદ નથી. આલસ્ય થી દૂર રહીને કંઈકને કંઈક કાર્યોમાં જોડાયેલા રહે છે.

4) પગનો અંગૂઠો બીજી આંગળી કરતાં લાંબો હોય.એવું માનવામાં આવે છે કે જે લોકોના પગનો અંગૂઠો બીજી બધી આંગળીઓ કરતા લાંબો હોય તે લોકો કુલ માઈન્ડેડ અને શાંતિ પસંદ કરવાવાળા વ્યક્તિ હોય છે. દોસ્ત હોય કે દુશ્મન બધાની સાથે શાંતિથી વાત કરવાવાળા હોય છે. વધારાની વાતો કરવી તે લોકોને બિલકુલ પસંદ નથી. પ્રેમ અને પાર્ટનરની બાબતમાં તે લોકો ઈમાનદાર અને ઈમોશનલ હોય છે.

5) બધી આંગળીઓ એ અંગૂઠા કરતા ઘટતા ક્રમમાં હોય.
સમુદ્ર શાસ્ત્ર અનુસાર પગની બધી આંગળી અંગૂઠા કરતા ઘટનાક્રમ હોય તો એવું માનવામાં આવે છે કે આ લોકો પોતાના મરજીના માલિક હોય છે. ની ઈચ્છા હોય છે કે સામે વાળો વ્યક્તિ તેમની વાત માને. તે સાંભળે છે બધાનો પરંતુ પોતાના મનમાં જે હોય તે જ કરે છે. પ્યારની બાબતમાં આ લોકો ભાવુક હોય છે. પાર્ટનરને ખુશ રાખવા માટે બનતી કોશિશ કરે છે. તેમજ બીજાને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહે છે.Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks