પ્રોટીન યુક્ત ઈંડા એ પૃથ્વી પરનું એક આરોગ્યપ્રદ અને સૌથી સ્વસ્થ ખોરાક માનવામાં આવે છે. તે આવશ્યક વિટામિન્સ, ખનિજો, તંદુરસ્ત ચરબી, એન્ટીઓકિસડન્ટથી ભરેલા હોય છે. તેથી, આપણે રોજિંદા આહારમાં ઇંડા શામેલ કરવા જોઈએ. ઇંડામાં ઘણાં પ્રોટીન હોય છે. તમે બાફેલા ઇંડા, ઓમેલેટ્સ, તળેલા ઇંડા ખાઈ શકો છો અથવા તેને તમારા શેકમાં નાખી શકો છો. ઘણીવાર ડોકટરો એવી સલાહ આપતા હોય છે કે ઈંડા ખાવા જોઈએ, પરંતુ એવા લોકો શું કરે કે જેને ઈંડા ખાવા પસંદ નથી.

એવી બીજી ઘણી વસ્તુઓ છે કે જેમાંથી તમને પ્રોટીન ભરપૂર માત્રામાં મળી જશે. તો ચાલો જોઈએ એવી કઈ વસ્તુઓ છે કે જેમાંથી પ્રોટીન મળે છે –
ફણગાવેલા કઠોળ –

ફણગાવેલા કઠોળ પ્રોટીનનો ઉત્તમ સ્રોત છે. તમે તેને કાચા, સલાડમાં અથવા મસાલેદાર બનાવીને ખાઈ શકો છો. પરંતુ જે લોકો એસિડિટીથી પીડાય છે તેઓ ફણગાવેલા અનાજનો ઉપયોગ કરી શકતા નથી. એક કપ કઠોળમાં 15 ગ્રામ પ્રોટીન હોય છે. તે પ્રોટીનનો ઉત્તમ સ્રોત છે.
સોયા –

સોયા એ બધા શાકાહારીઓ માટે પ્રોટીનનો સારો સ્ત્રોત છે. સોયા દૂધ, સોયા નટ, સાંજના નાસ્તામાં વગેરેનું સેવન કરી શકાય છે. અડધા કપ સોયામાં 15 ગ્રામ પ્રોટીન હોય છે. જો તમને થાઇરોઇડ કે કેન્સરની સમસ્યા છે, તો સોયા ના સેવન પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.
પીનટ બટર –

પીનટ બટરમાં ખૂબ પ્રોટીન હોય છે. સાથે જ તે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ હોય છે. પીનટ બટરમાં વિટામિન બી6, પોટેશિયમ, ફાઇબર, મેગ્નેશિયમ પણ ભરપુર હોય છે. પીનટ બટર કોઈપણ રીતે નુકસાન કરતું નથી. બે બ્રાઉન બ્રેડ અને 2 ચમચી પીનટ બટર 15 ગ્રામ પ્રોટીન હોય છે. બ્રેડ પર પીનટ બટર લગાવીને ખાવાથી શરીરને તમામ જરૂરી એમિનો એસિડ મળે છે.
ચીઝ –

ચીઝ પ્રોટીનનો એક સારો સોર્સ છે. 28 ગ્રામ મોઝેરેલા ચીઝમાં 6.5 ગ્રામ પ્રોટીન હોય છે. એમાં માત્ર પ્રોટીન જ નહીં, પણ વિટામિન ડી, કેલ્શિયમ અને હેલ્ધી ફેટ પણ હોય છે. ચીઝ લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે, જેથી ઓવર ઈટિંગ પણ નથી થતું.
બ્રોકલી –

બ્રોકલીમાં પુષ્કળ પોષકતત્વો હોય છે. તે વિટામિન કે, સી, ફાઇબર અને પ્રોટીનથી ભરપુર હોય છે. જો આપણે તેની તુલના અન્ય શાકભાજી સાથે કરીએ, તો તેમાં પ્રોટીન સૌથી વધુ હોય છે. એક કપ બ્રોકલીમાં 3 ગ્રામ પ્રોટીન હોય છે.
વટાણા –

જે લોકો ઈંડા કે નોનવેજ નથી ખાતા તે લોકો માટે પ્રોટીનની અછતને પુરી કરવા માટે પોતાની ડાયેટમાં વટાણા સામેલ કરવા જોઈએ. એક કપ વતનમાં એક કપ પાલકના સૂપ કરતા 8 ગણું વધુ પ્રોટીન મળે છે. તેમાં વિટામિન સી પણ વધુ હોઉં છે, જે ઇમ્યુનીટી વધારવામાં મદદ કરે છે અને અને શરીર સ્વસ્થ રાખે છે. આ સિવાય લીલા વતનમાં ફાઈબર, પોટેશિયમ, વિટામિન અને કોપર જેવા તત્વો પણ મળે છે.
ઓટ્સ –

સામાન્ય રીતે સવારના નાસ્તામાં લેવામાં આવતા ઓટ્સ પણ પ્રોટીનનો શાનદાર સ્ત્રોત છે. આ કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટમાં સમૃદ્ધ હોય છે. એક કપ ઓટ્સમાં લગભગ 13 ગ્રામ પ્રોટીન અને 8 ગ્રામ ફાયબર હોય છે. આ સિવાય તેમાંથી મેગ્નેશિયમ, ઝીંક, ફોસ્ફરસ અને કોલેટની માત્રા પણ વધુ હોય છે.
કૉટેજ પનીર –

કૉટેજ પનીર પ્રોટીનથી ભરપૂર આહાર છે. ઈંડા ન ખાઈ શકવાની સ્થિતિમાં તમે આ પનીર ખાઈ જ શકો છો. તેમાં પ્રોટીન વધુ હોય છે અને કેલરી ઓછી હોય છે. 28 ગ્રામ પનીરમાં ૧૪ ગ્રામ પ્રોટીન મળી રહે છે. પ્રોટીન તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વજન વધવાથી રોકે છે.
ગ્રીક યોગર્ટ –

ગ્રીક યોગર્ટમાં ઈંડાના પ્રમાણમાં વધુ પ્રોટીન હોય છે. પ્રોટીનની વાત કરીએ તો સાદું નોનફાઈટ ગ્રીક યોગર્ટ ખૂબ જ ફાયદેમંદ હોય છે. એક કપ ગ્રીક યોગર્ટમાં 23 ગ્રામ પ્રોટીન હોય છે. તેમાં આપણે આપણી પસંદગીની વસ્તુઓ ભેળવીને પણ ખાઈ શકીએ છીએ. તેનો સ્વાદ વધારવા માટે તેમાં મીઠું, અખરોટ કે મધ મિક્સ કરીને પણ ખાઈ શકાય છે.
દાળ –

શાકાહારી લોકો માટે પ્રોટીનનો એક શ્રેષ્ઠ સોર્સ છે દાળ, દરેક પ્રકારની દાળ અને કઠોળમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે. દાળમાંથી પ્રોટીન, આયરન અને પોટેશિયમથી ભરપૂર મળી રહે છે. સારી વાત તો એ છે કે દાળને બાફ્યા પછી પણ તેમાનું પ્રોટીન અને વિટામિન બરકરાર રહે છે. દાળમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર હોય છે, બાફેલી દાળના અડધા કપમાં 7.3 ગ્રામ પ્રોટીન હોય છે.
નટ્સ –

અખરોટ, બદામ અને પિસ્તા જેવા ડ્રાય ફ્રૂટ્સમાં પ્રોટીન, એન્ટીઓક્સીડેન્ટ, અનસેચ્યુરેટેડ ફેટી એસિડ અને ફાયબર હોય છે. આના સેવનથી કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓથી હૃદયનું રક્ષણ કરે છે, સોજો ઘટાડે છે, ત્વચામાં ચમક આપે છે, સાથે જ બ્લડ શુગરના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પોતાની ડાયેટમાં નટ્સને સામેલ કરવા માટે નટ્સ બટર પણ એક સારો ઉપાય છે.
દૂધ –

દૂધમાં માત્ર કેલ્શિયમ જ હોય છે એવું નથી, પણ દૂધ પ્રોટીનથી પણ ભરપૂર હોય છે. દૂધ ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીનનો ઉત્તમ સોર્સ હોય છે. આ સિવાય એક ગ્લાસ દૂધ સાંજે પીવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.
એટલે હવે તમને કોઈ ડોક્ટર એમ કહે કે પ્રોટીન માટે ઈંડા ખાઓ તો, એવું જરૂરી નથી કે પ્રોટીન માત્ર ઇંડામાંથી જ મળે છે. ઈંડા સિવાય પણ બીજી એવી વેજિટેરિયન વસ્તુઓ છે કે જેમાંથી આપણે ભરપૂર માત્રામાં પ્રોટીન મેળવી શકીએ છીએ.
તો આપણે જાણી ગયા છીએ કે ઈંડા સિવાય પણ બીજી વસ્તુઓમાંથી પ્રોટીન મળી શકે છે, ત્યારે જો હવે ડોક્ટર એમ કહે કે ઈંડા ખાઓ તો મૂંઝાયા વિના કહી દેજો કે ઈંડા નહિ પણ અમે બીજી વસ્તુઓ ખાઈશું કે જેમાંથી પ્રોટીન મળે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.