હેલ્થ

થાઇરોઇડથી છુટકારો મેળવવા માટે આ ફુડ્સ છે શાનદાર, જાણો ડાયેટમાં કયું તેલ કરવું જોઈએ શામેલ

થાઇરોઇડની સમસ્યા હોવાની સામાન્ય વાત છે. હાઇપર અને હાઇપો બન્ને પ્રકારના થાઇરોઇડમાં શરીરના ફ્રી રેડિકલ્સ બનવા લાગે છે જે શરીરને નુકસાન પહોચાડે છે. થાઇરોઇડમાં ફુડસનું સેવન કરવામાં ધ્યાન રાખવું પડે છે. થાઇરોઇડમાં શું ખાવું અને શું ના ખાવું ? એ પર ધ્યાન આપવું જોઈએ. ગળામાં નાના પતંગિયા આકારની ગ્રંથિ શરીરમાં થાઇરોઇડ હોર્મોંનને સ્રાવિત કરવા માટે જવાબદાર હોય છે. થાઇરોઇડનો ઈલાજ સમયસર કરાવવો જરૂરી છે. ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાવા-પીવાને  કારણે આજે ઘણા લોકો થાઇરોઇડની સમસ્યાથી પરેશાન થાય છે. થાઇરોઇડ માટે ઘરેલુ નુસખા રામબાણ સાબિત થઇ શકે છે.

Image source

તમારી આસપાસ રહેલી વસ્તુના ઉપયોગથી થાઇરોઇડથી રાહત મળી શકે છે. આયુર્વેદમાં જે થોડી જડીબુટ્ટી છે તે થાઇરોઇડમાટે ફાયદેમંદ સાબિત થઇ શકે છે. થાઇરોઇડનો રામબાણ ઈલાજ પણ માનવામાં આવે છે. થાઇરોઇડ માટે ડાયેટ પ્લાન નથી બનાવતા તો ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

Image source

થાઇરોઇડથી બચવા માટે સૌથી પહેલા થાઇરોઇડના લક્ષણ જાણીને તેના બચાવ માટેના ઉપાય શોધવા જોઈએ. થાઇરોઇડ માટે તેલની પણ તપાસ કરીને ઉપયોગ કરવો જોઈએ. અહીં થાઇરોઇડ ડાયેટ વિષે જણાવવામાં આવ્યું છે. થાઇરોઇડમાં કંઇ વસ્તુ શામેલ કરવાથી ફાયદો થશે.

Image source

જો તમને ભૂખ ઓછી લાગતી હોય અને વજન ઓછું થઇ રહ્યું હોય તો તમને થાઇરોઇડના લક્ષણ હોવાની શક્યતા નકારી શકાતી નથી. આ સાથે જ ચિંતા, મૂડ બદલાવવો. નબળાઈ આવવી, ચક્કર આવવા, હાર્ટ બીટ વધી જવા, પસીનો વધારે થવો, ગરમી વધારે થવી જેવા લક્ષણ થાઇરોઇડના હોઈ શકે છે.
થાઇરોઇડના દર્દીએ આ વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ.

1.હેલ્ધી ફેટનું સેવન કરો.

Image source


જો તમે પણ થાઇરોઇડથી પરેશાન છો તો હેલ્ધી ફેટને ડાયેટમાં શામેલ કરવું જોઈએ. હેલ્ધી ફેટથી ભરપૂર વસ્તુ થાઇરોઇડ હોર્મોનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તમે ડાયેટમાં ઓલિવ ઓઇલ, એવોકાડો ઓયલ, સૂરજમુખીનું તેલ, નારિયેળનું તેલ લઇ શકો છો.

2.મસાલાનું ધ્યાન રાખવું જોઈએ

Image source

થાઇરોઇડના દર્દીઓએ મસાલાં ખાવામાં ધ્યાન રાખવું જોઈએ. થોડા મસાલામાં એન્ટીઇન્ફેલ્મેટરી ગુણ હોય છે જે થાઇરોઇડ લેવલને સ્વસ્થ બનાવવમાં મદદ કરી શકે છે. જેમાં હળદર, કાળા મરી શામેલ છે. આ 2 વસ્તુને ડાયેટમાં જરૂર શામેલ કરવી જોઈએ.

3.બેરી પણ ફાયદાકારક છે

Image source


થાઇરોઇડના દર્દીઓએ તેની ડાયેટમાં બેરીને પણ શામેલ કરવા જોઈએ. જેમાં સ્ટ્રોબેરી, બ્લૂબેરી, રસપબેરીસ શામેલ છે. આ બેરીમાં ઘણા પ્રકારના એન્ટી ઓક્સીડેન્ટ હોય છે જે આપણી ઇમ્યુન સિસ્ટમને સ્વસ્થ રાખે છે. બેરીમાં ઘણા સ્વાસ્થ્ય લાભ હોય છે.

4.કોબીનું કરો સેવન

Image source

થાઇરોઇડમાં ઘણા પ્રકારના શાકભાજીઓ ફાયદેમંદ હોય છે. પરંતુ બ્રોકોલી, ફ્લાવર અને કોબી ખાવાની વધુ સલાહ આપે છે. જો તમે આ શાકભાજીને ઉકાળીને ખાવ છો તો તમને વધુ ફાયદો થઇ શકે છે. તમે આ શાકભાજીનું સૂપ બનાવીને પણ સેવન કરી શકો છો.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.