હવે થિયેટરમાં તમારે ખાવા માટે પૈસા નહીં ચૂકવવા પડે, ઘરે બનાવેલી વસ્તુઓ લઈને પણ તમે કરી શકશો પ્રવેશ, જાણો નવો નિયમ

ફિલ્મો જોવાની મજા તો થિયેટરમાં જ આવતી હોય છે, અને મુવી જોતા જોતા પોપકોર્ન ખાવાનું કોને ના ગમે, પરંતુ ઘણા લોકો એવા હોય છે જે થિયેટરની ટિકિટ તો ખરીદી શકે છે, પરંતુ અંદરથી ખાવા પીવાની વસ્તુઓ નથી ખરીદી શકતા, તેની પાછળનું કારણ થિયેટરમાં વસ્તુઓની કિંમત છે. થિયેટરમાં સામાન્ય 20-30 રૂપિયાની વસ્તુ પણ 100-200 રૂપિયામાં મળતી હોય છે. પરંતુ હવે તમે મોલ આને થિયેટરમાં ખાણીપીણીની વસ્તુઓ લઇ જઈ શકો છો. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હવે તમે ગુજરાતના કોઈપણ થિયેટર અથવા તો મલ્ટીપ્લેક્સમાં ખાણીપીણીનો સામાન સાથે લઇ જઈ શકો છો અને ફિલ્મ જોતા જોતા તે ખાવાનો આનંદ પણ માણી શકો છો. જો થિયેટર દ્વારા તમને આ વસ્તુઓ ના લઇ જવા દેવામાં આવે તો તમે તે અંગેની ફરિયાદ પણ કરી શકો છો. આ મામલે હવે ગ્રાહકો કલેકટર સ્તરે ફરિયાદ કરી શકે છે આ ઉપરાંત કેન્દ્રીય સત્તામંડળ સ્તરે પણ ફરિયાદ કરી શકે છે.

ગ્રાહકને અસરકરતાં કોઇ પણ વિષય અંતર્ગત ગ્રાહક કે ગ્રાહક વર્ગ, ગ્રાહક સુરક્ષા (consumer rights) અધિનિયમ 2019 અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળની સ્થાપના કરવામાં આવી છે. જે માટે જે તે જિલ્લા કલેકટરોને પણ સત્તા આપવામાં આવી છે. તમારી ફરિયાદના આધારે જિલ્લા કલેકટર નિર્ણય લઇ શકે છે. જો તમે થિયેટરમાં કોઈ ખાણીપીણીની વસ્તુ લઈને જાવ અને તમને રોકવામાં આવે તો તમે ફરિયાદ નોંધવી શકો છો.

અત્યાર સુધી આપણે જોયું છે કે કોઈપણ થિયેટર અથવા તો મલ્ટીપ્લેક્સમાં જઈએ તો ખાણીપીણીની વસ્તુઓ ઉપરાંત પાણી પણ લઇ જવા દેવામાં આવતું નથી, અને થિયેટર સંચાલકો મોં માંગ્યા ભાવ પણ વસુલતા હોય છે. પરંતુ હકીકત એ છે કે કાયદામાં આવા કોઈ પ્રતિબંધ નથી. જ્યાં તમે મનોરંજન માણવા માટે જાવ છો એવા વોટરપાર્ક, થિયેટર, મોલ, મલ્ટીપ્લેક્સ, એમ્યુઝમેન્ટ પાર્કના માલિકો દ્વારા જ આવા પ્રતિબંધો લગાડવામાં આવે છે. આવા પ્રતિબંધોને કાયદાનું કોઈ સમર્થન મળ્યું નથી, ઉપરથી ગ્રાહકોને અંધારામાં રાખવામાં આવતા હોય છે અને છેતરવામાં આવે છે.

Niraj Patel