બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ વચ્ચે ચાલી રહ્યો હતો જોરદાર ઝઘડો, વચ્ચે કૂદી પડ્યો ડિલીવરી બોય અને છોકરાની જાનુડીને એવી ઢીબી નાખી કે…જુઓ વીડિયો

વડીલો કહે છે કે બે વ્યક્તિ વચ્ચેની લડાઈમાં ત્રીજો ઘણીવાર ફસાઇ જાય છે. જો મામલો કપલ વચ્ચે હોય તો શક્યતાઓ વધુ છે. હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જ્યાં રસ્તાની વચ્ચે ઝઘડતા પ્રેમી-પ્રેમિકાને શાંત પાડવાના પ્રયાસમાં મારામારી થઈ ગઇ હતી. એક યુવતી તેના બોયફ્રેન્ડ સાથે રસ્તાની વચ્ચે લડી રહી હતી અને તેની સાથે દુર્વ્યવહાર કરી રહી હતી. ત્યાંથી જઈ રહેલા ફૂડ ડિલિવરી બોયે છોકરીને ઝઘડતી જોઈ અને બંને વચ્ચેના ઝઘડાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. આ વાત પર યુવતી એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે ફૂડ ડિલિવરી કરનાર વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું.

જે બાદ છોકરો પણ ગુસ્સે ભરાયો અને તેણે રસ્તાની વચ્ચે જ છોકરીને એક પછી એક થપ્પડ મારવાનું શરૂ કર્યુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના પહેલા ભાગમાં છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ઝઘડો કરતી જોવા મળે છે. આ દરમિયાન, તે રસ્તાની બાજુમાં પડેલો પથ્થર પણ ઉપાડે છે અને તેના બોયફ્રેન્ડને તેના સ્કૂટર પર ફટકારે છે. આ દરમિયાન ત્યાં ઘણી ભીડ હોય છે અને લોકો દૂરથી જ રસ્તા પર આ તમાશો જોવા લાગે છે. વીડિયોના બીજા ભાગમાં ફૂડ ડિલિવરી બોય જોવા મળે છે.

વીડિયોમાં ફૂડ ડિલિવરી બોય યુવતી સાથે મારામારી કરતો જોવા મળી રહ્યો છે. ત્રણ-ચાર થપ્પડ માર્યા બાદ ત્યાં હાજર અન્ય એક વ્યક્તિએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે ફરીથી યુવતીને થપ્પડ મારી. કહેવામાં આવી રહ્યું છે કે ફૂડ ડિલિવરી પર્સન કપલના ઝઘડાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ યુવતીએ તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું જેના પછી તે શાંત રહી શક્યો નહીં.

પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે હજુ સુધી યુવતી કે ફૂડ ડિલિવરી બોયમાંથી કોઈએ ફરિયાદ નોંધાવી નથી. આ વીડિયો ઓડિશાની રાજધાની ભુવનેશ્વરનો હોવાનું જણાવવામાં આવી રહ્યો છે. આ બાબતે ભુવનેશ્વરના ડીસીપી ઉમાશંકર દાસે કહ્યું છે કે આ મામલો બંને પક્ષો તરફથી મારપીટનો હોવાથી તેમણે સંબંધિત પોલીસ સ્ટેશનને બંને પક્ષો સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો છે.

Shah Jina