લો બોલો… આ વ્યક્તિએ કર્યો એવો અનોખો જુગાડ કે સ્વિગી પરથી ફૂડ ડિલિવરી મળી ગઈ ફક્ત 10 સેકેંડમાં… તમારા માન્યામાં પણ નહીં આવે.. જુઓ વીડિયો

ફક્ત 10 સેકેંડમાં મેકડોનોલ્ડમાંથી સ્વિગી વાળો લઈને આવી ગયો ઓર્ડર, વીડિયો જોતા જ લોકો પણ રહી ગયા હેરાન.. જુઓ

આજકાલ મોટાભાગના લોકો પોતાના ઘર કે ઓફિસમાં બેઠા બેઠા ફૂડ ડિલીવરી એપ દ્વારા જમવાનું ઓર્ડર કરીને મનગમતું જમવાનું મંગાવી લેતા હોય છે. ત્યારે ડિલિવરી બોય પણ જેમ બને તેમ ગરમ ગરમ જમવાનું તમારી પાસે જલ્દી પહોંચે એ માટે પણ પ્રયત્ન કરતો હોય છે. પરંતુ ઘણીવાર ટ્રાફિક અને વેધરના કારણે ડિલિવરી બોયને પણ ખાવાનું લઈને આવતા મોડું થાય છે.

પરંતુ હાલ એક વ્યક્તિએ એવો જુગાડ કર્યો કે તેને તેની ફૂડ ડિલિવરી ફક્ત 10 સેકેંડમાં જ મળી ગઈ. આ વાત માન્યામાં આવે તેવી નથી પરંતુ આ હકીકત છે અને તે વ્યક્તિએ આ ડિલિવરી કેવી રીતે મળી તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે જે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

8 ફેબ્રુઆરીના રોજ, ટ્વિટર યુઝર @caleb_friesen2એ આ ઘટનાની વિગતો આપતો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વ્યક્તિએ પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે તેને અડધી રાત્રે ભૂખ લાગી હતી, તેથી તે બેંગલુરુના કોરમંગલા મેકડોનાલ્ડમાં જમવા ગયો. પરંતુ તેઓએ કહ્યું કે આઉટલેટ બંધ છે. પછી વ્યક્તિએ જોયું કે ઘણા ડિલિવરી બોય પિક-અપ વિન્ડો પર ઉભા હતા. અને વિચારવા લાગ્યો કે શું કરવું?

આ પછી તેને એક વિચાર આવ્યો. તેણે તરત જ પોતાનો મોબાઈલ કાઢ્યો અને McDonald’sમાં ઉભા રહીને Swiggy થી McDonald’s માટેનો ઓર્ડર આપ્યો. પછી શું… તેને 10 સેકન્ડમાં તેનો ઓર્ડર મળી ગયો. તમે વીડિયોમાં જોઈ શકો છો કે ડિલિવરી બોય પીકઅપ બારીમાંથી પોતાનો ઓર્ડર લઈને સીડી પરથી નીચે આવે છે, તે તેની પાસેથી તેનો ઓર્ડર લે છે. આ રીતે, વ્યક્તિએ માત્ર 10 સેકન્ડમાં પોતાને ભોજન પહોંચાડ્યું.

Niraj Patel