સૌથી મોટા દુઃખદ સમાચાર: કેન્સરને લીધે આ ફેમસ લોકગાયિકાનું થયું મૃત્યુ, દીકરો ધ્રુસકે ધ્રુસકે રડ્યો; જાણો સમગ્ર વિગત

પ્રખ્યાત લોકગાયિકા શારદા સિંહાનું 72 વર્ષની વયે નિધન થયું છે. કેન્સર સામે લાંબી લડત બાદ દિલ્હી એઈમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. લાંબા સમયથી બીમાર શારદા સિંહાને દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. વેન્ટિલેટર પર રહેલા દિગ્ગજ ગાયિકાનું રાત્રે 9:20 વાગ્યે સેપ્ટિસીમિયાને કારણે રિફ્રેક્ટરી શોકને લીધે અવસાન થયું.

શારદા સિંહાના પુત્ર અંશુમન સિંહાએ તેમના માતાના એક્સ (ટ્વિટર) એકાઉન્ટ પરથી નિધનની જાણકારી આપી. તેમણે માતાની તસવીર શેર કરતાં લખ્યું, “તમારી પ્રાર્થનાઓ અને પ્રેમ હંમેશા મા સાથે રહેશે. છઠ્ઠી મૈયાએ માને પોતાની પાસે બોલાવી લીધા છે. મા હવે શારીરિક રૂપે આપણી વચ્ચે નથી રહ્યા.”

અગાઉ અંશુમને તેમના યુટ્યુબ ચેનલ પર માતાની તબિયત વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે અને ચાહકોને પ્રાર્થના કરવાની અપીલ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શારદા સિંહાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે દિવંગત ગાયિકા સાથેની એક તસવીર શેર કરી લાંબી નોટ લખી છે.

 

View this post on Instagram

 

A post shared by Malini Awasthi (@maliniawasthi)

ફિલ્મ જગતની હસ્તીઓ પણ શારદા સિંહાના નિધન પર દુ:ખ વ્યક્ત કરી રહી છે. કુમાર વિશ્વાસે શારદા સિંહા સાથેની તેમની તસવીરો શેર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

આ વર્ષે 21 સપ્ટેમ્બરે શારદા સિંહાના પતિ બ્રજકિશોરનું 80 વર્ષની વયે બ્રેઇન હેમરેજથી નિધન થયું હતું. પુત્ર અંશુમને જણાવ્યું કે માતા શારદા સિંહાને પિતાના અવસાનનો ઊંડો આઘાત લાગ્યો હતો, જેના કારણે તેમની તબિયત વધુ બગડતી ગઈ.

Divyansh