વાયરલ

આનંદ મહિન્દ્રાએ શેર કર્યો ઉડવા વાળી બાઈકનો વીડિયો, જોઈને લોકો પણ રહી ગયા હક્કાબક્કા, કિંમત જાણીને તો લાગશે ખરેખર આંચકો…

હવામાં ઊડતી બાઈકનું કરવામાં આવ્યું સંશોધન, સ્ટાર વૉરની સિરીઝ જેવો લાગ્યો સીન, આનંદ મહિન્દ્રા પણ જોઈને રહી ગયા હેરાન… જુઓ વીડિયો

આજે ટેક્નોલાજીનો વિકાસ ખુબ જ તેજ ગતિએ થઇ રહ્યો છે, આજના સમયમાં એવા એવા સંશોધનો બહાર આવી રહ્યા છે જેના વિશે કોઈએ કલ્પના પણ નહોતી કરી. ત્યારે આવા ઘન સંશોધનોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, ત્યારે ભારતના પ્રમુખ ઉદ્યોગપતિઓમાથી એક એવા આનંદ મહિન્દ્રા પણ આવા ઘણા વીડિયોને શેર કરતા રહે છે, જેમાં કેટલાક દેશી જુગાડ જોવા મળે છે તો ઘણીવાર કેટલીક ટેક્નોલોજી જોવા મળતી હોય છે.

હાલમાં જ આનંદ મહિન્દ્રાએ એક એવો વીડિયો શેર કર્યો છે જેને જોઈને આનંદ મહિન્દ્રા જ નહિ જોનારા પણ હક્કાબક્કા રહી ગયા હતા. તેમને હાલમાં જ એક ઉડવા વાળી બાઇકનો એક વીડિયો શેર કર્યો છે જે લોકોને હેરાન કરી રહ્યો છે. જાપાની સ્ટાર્ટ અપ કંપની AERWINS Technologies એ યુનાઇટેડ સ્ટેટ્સમાં ડેટ્રોઇટ ઓટો શોમાં ફ્લાઇંગ હોવરબાઇક લોન્ચ કરી.

વિશ્વની પ્રથમ ઉડતી બાઇક તરીકે ઓળખાતી, XTURISMO એ એક હોવરબાઇક છે જે હવામાં ઉડી શકે છે અને હોલીવુડની ફિલ્મ ‘સ્ટાર વોર્સ’ જેવી લાગે છે.તેના વીડિયોને આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં એક વ્યક્તિ ઉડતી બાઇક પર બેઠો છે અને તેને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આનંદ મહિન્દ્રાએ આ વીડિયો જોયો કે તરત જ તે સ્તબ્ધ થઈ ગયા અને પોતે પણ વીડિયો શેર કર્યા વગર રહી ના શક્યા.

આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેમણે તેના કેપ્શનમાં કહ્યું કે તેની કિંમત 800 હજાર ડોલરથી વધુ થશે એટલે કે અમેરિકામાં લગભગ 6,50,00,000 જેટલી ભારતીય રકમ. હાલમાં તે આશા રાખી રહ્યો છે કે અમેરિકા સહિત અન્ય દેશોમાં પોલીસ દ્વારા દેખરેખ માટે જ કરવામાં આવશે. આ વીડિયોને જોયા બાદ લોકો પોતાની જાતને તેના પર પ્રતિભાવ આપવાથી રોકી શકતા નથી.