સ્કાય ક્રુઝ કોન્સેપટ : હવામાં ઊડતી હોટલ, જેમાં શોપિંગ મોલ, જિમ, રેસ્ટોરન્ટ, મેદાન બધું જ છે, ક્યારેય નહિ કરે ધરતી ઉપર લેન્ડ, જુઓ વીડિયોમાં અદભુત નજારો

આજના સમયમાં ટેક્નોલોજી ખુબ જ હરણફાળ ગતિએ આગળ વધી રહી છે, અને આજે આપણા કલ્પના બહારની વસ્તુઓનું પણ નિર્માણ થઇ ગયું છે. હજુ પણ આવનારા સમયમાં એવી એવી વસ્તુઓ જોવા મળશે જે માણસે ક્યારેય વિચારી પણ નહિ હોય, ત્યારે હાલ એક એવો જ વીડિયો સૌના હોશ ઉડાવી રહ્યો છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે હવામાં જઈને હોટલમાં રોકાઈ શકો છો, અથવા દરિયામાં ઘણા દિવસો સુધી તરતા ક્રૂઝની જેમ મોટું પ્લેન હોઈ શકે છે જે ઘણા દિવસો સુધી આકાશમાં ઉડી શકે છે. આ પ્લેનમાં તમે હોટેલની તમામ સુવિધાઓનો આનંદ પણ લઈ શકો છો. અત્યાર સુધી એવું બન્યું નથી પણ ભવિષ્યમાં શક્ય બની શકે છે.

હા, એક વિશાળ પરમાણુ સંચાલિત ‘ફ્લાઈંગ હોટેલ’ તૈયાર કરવામાં આવી છે, જેમાં માત્ર જીમ જ નહીં પરંતુ સ્વિમિંગ પૂલ જેવી વૈભવી સુવિધાઓ પણ હશે. આ હવાઈ ઉડતી હોટલમાં 5000 મુસાફરો રોકાઈ શકશે. સ્કાય ક્રુઝ જહાજના યમનના એન્જિનિયર હાશેમ અલ-ગલી દ્વારા યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવેલ સીજીઆઈ વીડિયો વાદળોની ઉપર સ્પેસ સ્ટેશનની આસપાસ તરતો જોવા મળશે. અંદરનો નજારો 5 સ્ટાર હોટલથી કમ નથી. તે કહે છે કે આ પરિવહનનું ભવિષ્ય હોઈ શકે છે.

યેમેની સાયન્સ કોમ્યુનિકેટર તેની ‘સ્લીક ડિઝાઇન’ સમજાવે છે. તેમાં માત્ર શોપિંગ મોલ, જિમ, સ્વિમિંગ પૂલ, રેસ્ટોરન્ટ, બાર, સ્પોર્ટ્સ સેન્ટર, સિનેમા જ નહીં પરંતુ બાળકો માટે રમતનું મેદાન અને થિયેટર પણ હશે. સ્કાય ક્રુઝ હોટેલમાં એક અલગ વિંગમાં કોન્ફરન્સ સેન્ટર પણ છે. આ પ્લેનના રૂમમાં બાલ્કની પણ ડિઝાઇન કરવામાં આવી છે.

જો કે, તે પરમાણુ સંચાલિત છે. મતલબ કે તે ફ્યુઝન રિએક્ટર દ્વારા બળતણ કરે છે, તેથી તેને ઇંધણ ભરવા માટે ક્યારેય ઉતરવાની જરૂર પડશે નહીં. મુસાફરો અને ક્રૂને અલગ એરક્રાફ્ટમાં કાયમી ઇન-ફ્લાઇટ જહાજ પર લાવી શકાય છે, જેમાં ઓછામાં ઓછા વીસ જેટ એન્જિન હોય છે. અલ-ગલીએ કહ્યું છે કે પ્લેન 24 કલાક સતત ઉડશે અને તમામ મેઈન્ટેનન્સ-સમારકામ પણ હવામાં જ કરવામાં આવશે.

Niraj Patel