આવા ઢોસા તમે ક્યારેય નહીં જોયા હોય, જે હવામાં ઉડતા ઉડતા ગ્રાહકોની પ્લેટમાં પહોંચે છે, જુઓ વાયરલ વીડિયો

ભારતના લોકો જુગાડ કરવામાં માહેર છે, અને તેમના આ જુગાડને દુનિયાભરમાં લોકો વખાણે છે. ત્યારે આવા જુગાડના વીડિયો પણ હવે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થતા હોય છે. હાલ એવા જ એક જુગાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ જુગાડ કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ ઢોસા બનાવનારો એક વ્યક્તિ કરી રહ્યો છે. જે પહેલા ઢોસા બનાવતા જોવા મળે છે અને ઢોસો બની ગયા બાદ તેને કાપી અને હવામાં ઉડાડીને ગ્રાહકની પ્લેટ સુધી પહોંચાડી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને ફેસબુક પેજ “સ્ટ્રીટ ફૂડ રેસિપી”ના પેજ ઉપરથી શેર કરવામાં આવ્યો છે જેને અત્યારસુધી લાખો લોકોએ નિહાળ્યો છે અને હજારો લોકો તેમાં કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયોને

Niraj Patel