“ઉડતા હરણનો વીડિયો થયો વાયરલ” લોકોએ કહ્યું, “આને તો ગોલ્ડ મેડલ મળવું જોઈએ !” આજ પહેલા તમે પણ નહિ જોયો હોય આવો વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો એવા પણ હોય છે જેને વારંવાર જોવાનું પણ મન થાય, તો ઘણા વીડિયો હેરાન કરી દેનારા પણ હોય છે. ખાસ કરીને નાના બાળકોથી લઈને મોટાઓને જંગલી પ્રાણીઓના વીડિયો જોવાના ખુબ જ પસંદ હોય છે, ત્યારે હાલમાં એક હરણનો ખુબ જ હેરાન કરી દેનારો વીડિયો સામે આવ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક હરણ ઉડતું જોવા મળી રહ્યું છે, જેને સૌ કોઈને હેરાન કરી દીધા છે. જો કે આ કોઈ ઉડતું હરણ નથી, પરંતુ તે જે રીતે છલાંગ લગાવી રહ્યું છે તેને જોતા એવું જ લાગે કે તે હવામાં ઉડી રહ્યું છે અને તેના કારણે જ આ વીડિયોએ સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે અને લોકો પણ આ વીડિયોને જોઈને ખુબ જ ઉત્સાહિત છે.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક હરણ તળાવ કિનારે પાણી પી રહ્યું છે, ત્યારે જ ત્યાં કોઈ હલચલ જોઈને તે ભાગવા માટે જાય છે અને ભાગતા ભાગતા જ એટલી મોટી છલાંગ લગાવે છે કે જોઈને જ કોઈની પણ આંખો પહોળી થઇ જાય, તળાવ આગળ ઉભેલા એક વ્યક્તિ દ્વારા આ હરણની છલાંગનો વીડિયો બનાવી લેવામાં આવ્યો, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો મધ્ય પ્રદેશના સિવની પેંચ નેશનલ પાર્કનો જણાવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હરણ દોડીને કાચા રસ્તા ઉપર આવે છે અને ગજબની છલાંગ લગાવે છે. આ વાયરલ વીડિયોને જોઈને લોકો પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોને હરણની આ છલાંગ ખુબ જ પસંદ એવી રહી છે, ઘણા લોકોનું કહેવું છે કે તેમને આ નજારો પહેલીવાર જોયો.

Niraj Patel